આજે આ ખાસ સ્ટાઇલ સાથે Fresh Veggies Day સેલિબ્રેટ કરો, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

|

Jun 16, 2022 | 12:15 PM

અમેરિકામાં શાકભાજીના મહત્વ માટે દર વર્ષે 16 જૂને ફ્રેશ વેજીસ ડે (Fresh Veggies Day)ઉજવવામાં આવે છે. જાણો તેનો ઈતિહાસ, તે શા માટે ઉજવવામાં આવે છે અને આ દિવસે તમે કઈ અનોખી પ્રવૃત્તિઓ કરી શકો છો.

આજે આ ખાસ સ્ટાઇલ સાથે Fresh Veggies Day સેલિબ્રેટ કરો, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

Follow us on

તંદુરસ્ત અને ફિટ રહેવા માટે શાકભાજીનું (Vegetables) સેવન જરૂરી છે. શાકભાજીમાં રહેલા પોષક તત્વો કે ગુણો આપણા શરીરને અંદરથી મજબૂત રાખે છે. સાથે શાકભાજી આપણને અનેક રોગોથી બચાવે છે. તાજા શાકભાજી ખાવાથી મેટાબોલિક રેટ સુધરે છે. અને શરીરનો સારો વિકાસ થાય છે. દર વર્ષે અમેરિકામાં ફ્રેશ વેજીસ ડે એટલે કે તાજા શાકભાજીનો દિવસ (Fresh Veggies Day) 16 જૂને ઉજવવામાં આવે છે. આજના સમયમાં લોકો જંક ફૂડની આડઅસરોથી એટલા ટેવાઈ ગયા છે કે તેઓ ભૂલી ગયા છે કે જીવનમાં શાકભાજીનું શું મહત્વ છે.

શાકભાજીનું સેવન આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવી શકે છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે ફ્રેશ વેજીસ ડે શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ શું છે અને લોકો આ દિવસે શું કરે છે.

તાજા શાકભાજી દિવસનો ઇતિહાસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહેવાલો અનુસાર, તાજા શાકભાજીના વિતરણનો ટ્રેન્ડ 1800માં અમેરિકાના કેટલાક ભાગોમાં શરૂ થયો હતો, પરંતુ 1852માં આ દિવસનું વર્ચસ્વ વધવા લાગ્યુ હતું. અને લોકોએ રાષ્ટ્રીય સ્તર પર શાકભાજીનો વેપાર વધારવાનું શરૂ કર્યું હતું. 1862માં, કૃષિ વિભાગની રચના કરવામાં આવી હતી. તેની ખાતરી કરવા માટે કે યુ.એસ. દરેક વ્યક્તિને તાજી શાકભાજી અને વધુ સારું પોષણ મળવું જોઈએ. ધીમે ધીમે તેનો ટ્રેન્ડ એટલો વધ્યો કે નવી ઓર્ગેનિક અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી હતી. આ કારણે, શાકભાજીનો વપરાશ તમામ લોકો માટે વધુ સુલભ બન્યો. જોકે, યુ.એસ.માં ફ્રેશ વેજીસ ડે ઉજવવા માટે 16 જૂનની પસંદગી કરવામાં આવી હતી.

આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?

મોટાભાગના લોકો તાજા શાકભાજીનું મહત્વ જાણે છે, પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો તેનું સેવન કરવાનું ટાળે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને તાજા શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસનો મહત્વનો હેતુ લોકોને કહેવાનો છે કે તેઓ દરરોજ તાજા શાકભાજી અને ફળો ખાવા જોઈએ, જેથી તેઓ ઘણી બીમારીઓથી દૂર રહી શકે.

આ રીતે ફ્રેશ વેજીસ ડે સેલિબ્રેટ કરો

1. ખેડૂત પાસે જાઓઃ જો તમે ઈચ્છો તો આ દિવસે કોઈ ખેડૂત પાસે જઈને તેમના કામની પ્રશંસા કરી શકો છો અથવા તમે જાણી શકો છો કે તેઓ શાકભાજીનું કામ કેવી રીતે કરે છે. જો તમારા ઘરમાં બાળક છે, તો આ પગલું તેના માટે શ્રેષ્ઠ પ્રવૃત્તિથી ઓછું નહીં હોય.

2. બજારમાં જાવ: જો તમે ઈચ્છો તો આ દિવસે બજારમાં જાવ અને તાજા શાકભાજી લાવો અને તેમાંથી ઘરે જ કંઈક હેલ્ધી અને ટેસ્ટી બનાવો. જો તમે ઇચ્છો તો, તમે ટેબલ પર પાલક અને અન્ય શાકભાજીનું સલાડ પણ સર્વ કરી શકો છો.

3. વેજીટેબલ પાર્ટીઃ જો તમે ઇચ્છો તો આ દિવસે અલગ પાર્ટી કરી શકો છો. આ માટે એવી સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવો, જે ફક્ત લીલા શાકભાજીમાંથી જ બને છે.

4. જો તમે લોકોને શાકભાજી વિશે જાગૃત કરવા માંગો છો, તો આ દિવસે લોકોની વચ્ચે જાઓ અને તેમને તાજા શાકભાજી ભેટમાં આપો. સાથે જ તેમને જણાવો કે નિયમિત રીતે શાકભાજી ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.

Published On - 12:15 pm, Thu, 16 June 22

Next Article