AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જાપાન અને ઇન્ડોનેશિયા કરતા પણ સસ્તી, મેક ઇન ઇન્ડિયાથી કરોડો રૂપિયાની બચત થઈ

Bullet train : દેશ જેની રાહ જોઈ રહ્યું છે. તે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ખર્ચ વૈશ્વિક અંદાજ કરતાં ઘણો ઓછો છે. સ્થાનિક કંપનીઓની મદદથી, ભારતે પ્રતિ કિલોમીટર ખર્ચમાં જાપાન અને ઇન્ડોનેશિયાને પાછળ છોડી દીધું છે.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જાપાન અને ઇન્ડોનેશિયા કરતા પણ સસ્તી, મેક ઇન ઇન્ડિયાથી કરોડો રૂપિયાની બચત થઈ
| Updated on: Aug 28, 2026 | 9:23 AM
Share

દેશની પહેલી બુલેટ ટ્રેનનું સપનું જલ્દી પૂર્ણ થશે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબો હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ ખુબ જલ્દી આગળ વધી રહ્યું છે. આ મોટા પ્રોજેક્ટને લઈ એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે.એક અધિકારીના રિપોર્ટ મુજબ ભારતની બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ વિશ્વના અન્ય દેશોના તુલનાત્મક અંદાજો કરતાં ઘણો ઓછો છે. શરૂઆતના વિલંબ છતાં, સ્વદેશી ટેકનોલોજીએ આ વિશાળ પ્રોજેક્ટનો એકંદર ખર્ચ મોટાભાગે નિયંત્રણમાં રાખ્યો છે. આને સમગ્ર દેશ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

જાપાનના મુકાબલે ખર્ચો ઓછો

પ્રતિ કિલોમીટર ખર્ચની દ્રષ્ટિએ ભારત ઘણા વિકસિત દેશોને પાછળ છોડી ચૂક્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ ટ્રેનનો ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે 390 કરોડ થશે. બીજી તરફ, જાપાનની હોકુરીકુ શિંકનસેનનો ખર્ચ પ્રતિ કિલોમીટર 1,150 કરોડથી વધુ છે. વધુમાં, ઇન્ડોનેશિયાની વૂશી બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે 486 કરોડ છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતનો પ્રોજેક્ટ વૈશ્વિક બેન્ચમાર્ક કરતાં નોંધપાત્ર રીતે સસ્તો છે.

જલ્દી પાટા પર દોડશે બુલેટ ટ્રેન

સુરતથી વાપી વચ્ચે 97 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનનું કામ આ વર્ષે પૂર્ણ થઈ જશે. ગત મહિને ભારતે જાપાનની સાથે મળી આ કોરિડોરમાં સંપૂર્ણ રીતે સ્વદેશી બુલેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2027ના મધ્યમાં ભારતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરુ કરવાની તૈયારી છે. રેલવે મંત્રાલયનો ટાર્ગેટ છે કે, ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રનમાં લોકો સફળ કરી શકે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન

15 ઓગસ્ટ 2027થી ભારતમાં પહેલી વખત બુલેટ ટ્રેન ચાલશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે અને પહેલા ફેઝમાં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન ચાલશે. આ આખો 508 કિલોમીટર લાંબો ફેઝ છે. ટુંક સમયમાં જ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે કોરિડોર ફેઝ એક બાદ એક ખોલવામાં આવશે. પહેલો ફેઝ સુરત-બિલિમોરાનો હશે. હવે લોકો બુલેટ ટ્રેન શરુ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News : રેલવે મંત્રીએ ગુજરાતીઓ માટે આપી ગુડ ન્યુઝ, આ દિવસથી તમે બુલેટ ટ્રેનની મુસાફરી કરી શકશો અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">