skin care : શું તમારી ત્વચા પણ ડ્રાય છે ? તો અજમાવો આ ઘરેલું નુસ્ખા

|

Dec 30, 2022 | 1:54 PM

નારિયેળ પાણી ( coconute water )તમારી ત્વચાને હાઈડ્રેડ અને મોસ્ચ્યુરાઈઝ રાખે છે. નારિયેળ પાણીના આ ગુણના કારણે તે ત્વચામા સીબનના પ્રોડકશનને યોગ્ય રાખે છે. જો તમારા ચહેરા પર પણ ડાર્ક સર્કલ, એકને, કે પીંપલ્સ જેવી સમસ્યાને દૂર કરે છે.

skin care : શું તમારી ત્વચા પણ ડ્રાય છે ? તો અજમાવો આ ઘરેલું નુસ્ખા
Skin care Is your skin

Follow us on

નાળિયેર પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીનું સેવન કરવાથી તે તમારા શરીરને સ્વાસ્થ રાખવાની સાથે સાથે તમારા ચહેરા પરની ચમક અને વાળમાં ગ્રોથ માટે પણ ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં વિટામિન સી , ખનિજો અને ફાયટોકેમિકલ્સ હોય છે, જેના કારણે નાળિયેરને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ત્વચાની દરેક સમસ્યાને દૂર કરવા માટે કારગાર સાબિત થાય છે. આ લેખમા આપણે નાળિયેરનું ફેસ માસ્ક કેવી રીતે બનાવવું જોઈએ તે જાણીશું.

નાળિયેર પાણીનો ચહેરો માસ્ક કેવી રીતે બનાવવો

નારિયેળનું આ માસ્ક બનાવવું ખૂબ જ સરળ છે. તમારે એક બાઉલમાં નાળિયેરનો તાર લઈને તેમાં ગુલાબજળ મિક્સ કરીને તેને કોટનની મદદથી તમારી ત્વચા પર લગાવો. જ્યારે આ માસ્ક સુકાઈ જાય ત્યારે તેને ફરીથી કોટનની મદદથી ત્વચા પર લગાવો. આવી રીતે આ મિશ્રણને લગભગ 4 થી 5 વાર ચહેરા પર લગાવો. હવે ચહેરો ધોઈ લો અને પછી તેના પર મોઈશ્ચરાઈઝર લગાવો.

ત્વચા પર ચમક

નારિયેળ પાણી અને ગુલાબજળમાં રહેલા તત્વો ત્વચાને તરત જ ચમકદાર બનાવવાનું કામ કરે છે. આ મિશ્રણનો સૌથી મોટો ફાયદોએ છે કે તે લગાવવાથી તે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખેશે. જો તમારી ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો તેના કારણે જ તમારી ત્વચાના ચમકનું રહસ્ય છે. એટલા માટે તમારે આ નુસ્ખાને અઠવાડિયામાં બે વાર જરૂર ટ્રાય કરવી જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સીબમ પ્રોડક્શન

નારિયેળના પાણીમા પોટેશિયમની માત્રા વધારે હોય છે. જેના કારણે તે તમારી ત્વચાને હાઈડ્રેડ અને મોસ્ચ્યુરાઈઝ રાખે છે. નારિયેળ પાણીના આ ગુણના કારણે તે ત્વચામા સીબનના પ્રોડકશનને યોગ્ય રાખે છે. જો તમારા ચહેરા પર પણ ડાર્ક સર્કલ, એકને, કે પીંપલ્સ છે તો આ ફેસ માસ્ક તમારા માટે લાભકારક છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો તમે આ માસ્કને અઠવાડિયામાં બે- ત્રણ વાર ટ્રાય કરી શકો છો

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Published On - 1:13 pm, Fri, 30 December 22

Next Article