Homemade Face Pack: ત્વચાને રાખવા માગો છો હાઇડ્રેટેડ ? આ ઘરેલું ઉપાયો અજમાવો

|

Sep 25, 2022 | 3:14 PM

ત્વચાને હાઇડ્રેટ ( hydrated skin) રાખવા માટે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ પણ કરી શકો છો. આ તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. અમે તમને આ ઘરેલુ નુસખાઓ જણાવીશું.

Homemade Face Pack: ત્વચાને રાખવા માગો છો હાઇડ્રેટેડ ? આ ઘરેલું ઉપાયો અજમાવો
ત્વચાને હાઇડ્રેટ રાખવા ઘરેલુ ફેસ પેક અજમાવો

Follow us on

સૂર્ય, પ્રદૂષણ, ધૂળ કે ગંદકી આપણી ત્વચાને (skin) ખૂબ જ નુકસાન પહોંચાડતી હોય છે. ત્યારે આ સ્થિતિમાં ત્વચાની વધુ કાળજી લેવાની જરૂર છે. ત્વચાની સંભાળ માટે તમે ઘણા ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. ઘરેલુ ઉપાય તમારા ચહેરા પરથી ગંદકી દૂર કરવાનું કામ કરશે. આ ટીપ્સ તમારી ત્વચાને હાઇડ્રેટેડ (Hydrated Skin) રાખવામાં મદદ કરશે. તમારી ત્વચાને ચમકદાર અને કોમળ બનાવવામાં મદદ કરશે. કેટલીક વાર ત્વચા તેનું મોઇશ્ચરાઇઝર (Moisturizer) ગુમાવે છે. જેના કારણે ત્વચા શુષ્ક (Dry Skin) અને ગ્લો વિનાની દેખાય છે. ચાલો જાણીએ કે ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે તમે કયા ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

કાકડી અને તરબૂચનો ફેસ પેક

એક બાઉલમાં કાકડીને છીણી લો. તેનો રસ કાઢી લો. હવે તડબૂચ કાપીને તેના તાજા ક્યુબ્સમાંથી રસ કાઢો. એક બાઉલમાં બંનેનો રસ સરખી માત્રામાં મિક્સ કરો. આ રસને કોટન બોલ વડે ચહેરા અને ગરદન પર લગાવો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

મધ અને એલોવેરા ફેસ પેક

એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી મધ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. તેનાથી ત્વચા પર થોડો સમય મસાજ કરો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દહીં અને નાળિયેર તેલનો ફેસ પેક

એક બાઉલમાં 1 થી 2 ચમચી દહીં લો. તેમાં એક ચમચી નારિયેળ તેલ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. આ પેકથી થોડીવાર ત્વચા પર મસાજ કરો. પછી તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. બાદમાં ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. દહીં ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે. આ ફેસ પેક ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

Next Article