Beauty Hacks: આ 3 પ્રકારના આઈસ ક્યૂબ્સથી મેળવો ગ્લોઈંગ અને ફ્રેશ ત્વચા

|

Oct 10, 2022 | 8:46 PM

ત્વચા માટે આઈસ ક્યૂબ્સ (Ice Cubes) નો ઉપયોગ કરવાથી સાર ફાયદા મળે છે, આઈસ ક્યૂબ્સને ચહેરા અને ગરદન પર ઘસવાથી ત્વચાને રાહત મળે છે. ત્વચાની સુંદરતા વધવાની સાથે સાથે ત્વચાને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.

Beauty Hacks: આ 3 પ્રકારના આઈસ ક્યૂબ્સથી મેળવો ગ્લોઈંગ અને ફ્રેશ ત્વચા
Ice Cubes
Image Credit source: File photo

Follow us on

Skin Care Tips : ત્વચાની ચમક વધારવા આમ તો બજારમાં ઘણા બ્યુટી પ્રોડેક્ટસ મળે છે પણ ઘણીવાર આ બ્યુટી પ્રોડેક્ટસ ત્વચાને નુકશાન પણ કરે છે. આ બ્યુટી પ્રોડેક્ટસ પાછળ પૈસા બગાડયા વગર તમે ઘરઘથ્થુ ઉપચારથી પણ ત્વચાની સુંદરતા વધારી શકો છો. ત્વચા માટે આઈસ ક્યૂબ્સ (Ice Cubes)નો ઉપયોગ કરવાથી સારા ફાયદા મળે છે, આઈસ ક્યૂબ્સને ચહેરા અને ગરદન પર ઘસવાથી ત્વચાને રાહત મળે છે. ત્વચાની સુંદરતા વધવાની સાથે સાથે ત્વચાને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. તે આંખના સોજાની સમસ્યાને પણ ઓછુ કરે છે. ત્વચાને ગ્લોઈંગ અને ફ્રેશ બનાવવા માટે તમે અલગ અલગ પ્રકારના આઈસ ક્યૂબ્સનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ ત્વચા માટે ફાયદાકારક આઈસ ક્યૂબ્સ બનાવવાની રીત અને તેના ફાયદા.

ગુબાલ જળથી બનેલા આઈસ ક્યૂબ્સ

ગુસાબ જળથી બનેલા આઈસ ક્યૂબ્સ તમાકી ત્વચાને મોઈસ્ચરાઈઝ કરવામાં મદદ કરશે. તે ત્વચા સંબધિત સમસ્યો પર દૂર કરે છે. તે ત્વચા પરની કરચલીઓ ઓછુ કરવામાં મદદ કરે છે. ગુલાબ જળથી બનેલા આઈસ ક્યૂબ્સ બનાવવા માટે એક કપ પાણીમાં ગુલાબ જળ ઉમેરો. આ બન્નેના મિશ્રણને આઈસ ક્યૂબ ટ્રેમાં નાંખી ફ્રીજમાં મુકો. તમે તેનો નિયમિત ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાની સુંદરતા વધે છે.

એલોવેરા આઈસ ક્યૂબ્સ

એલોવેરા ત્વચા માટે બનતા અનેક બ્યૂટી પ્રોડેક્ટસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ત્વચામાં રહેલા વધારાના ઓઈલને કંટ્રોલ કરે છે. તે ત્વચા પરના ખીલને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને શાંત કરે છે. તમે તેમાં તુલસી પણ ઉમેરી શકાય છે. એલોવેરા આઈસ ક્યૂબ્સ બનાવવા માટે એક કપ પાણીમાં તુલસીના પત્તાની પેસ્ટ બનાવીને ઉમેરો. તેમાં 2 ચમ્મચી એલોવેરો જેલ ઉમેરો. આ મિશ્રણને આઈસ ક્યૂબ ટ્રેમાં નાંખી તેને ફ્રીજમાં રાખો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાકડીમાંથી બનેલા આઈસ ક્યૂબ્સ

કાકડીમાં પાણી મોટી માત્રામાં હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે તમારી ત્વચાને પ્રાકૃતિક રુપથી સાફ કરે છે. તે ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી રક્ત પરિભ્રમણ પણ સારુ થાય છે. આ આઈસ ક્યૂબ બનાવવા માટે કાકાડી કાપીને તેની પેસ્ટ બનાવો, તેમાં લીંબુનો રસ ઉમેરી આ મિશ્રણને આઈસ ક્યૂબ ટ્રેમાં નાંખી ફ્રીજમાં મુકો.

Next Article