Beauty Tips : લીંબુની છાલ ફેંકતા પહેલા વિચારજો કારણ કે લીંબુ કરતા પણ તેની છાલના છે અઢળક ફાયદા

|

Aug 27, 2021 | 9:03 AM

લીંબુનો ઉપયોગ કરીને આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે લીંબુ કરતા તેની છાલમાં પણ સૌથી વધારે ફાયદા રહેલા છે.

Beauty Tips : લીંબુની છાલ ફેંકતા પહેલા વિચારજો કારણ કે લીંબુ કરતા પણ તેની છાલના છે અઢળક ફાયદા
Beauty Tips: Think before you throw away a lemon peel because it has more benefits than a lemon

Follow us on

લીંબુ (lemon ) માત્ર ઘણીબધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી નથી બચાવતું  પણ ત્વચાને (skin ) ફાયદો પણ કરે છે. તે વિટામિન સી ની સાથે ઘણા પોષક તત્વો ધરાવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જો કે સ્કિનને(skin ) એક્સ્ફોલિયેટ કરવા માટે માત્ર લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે. છીએ. પરંતુ શું તમે જાણો છો કે લીંબુના રસ ઉપરાંત તેની છાલના ઉપયોગ કરવાના પણ ઘણા ફાયદા છે.

શા માટે લીંબુ કરતા લીંબુની છાલમાં છે વધારે ગુણ  ?
લીંબુની છાલ લીંબુના રસ કરતાં પણ વધારે વિટામિન્સ, ખનિજો અને ફાઇબરથી સમૃદ્ધ છે. આ ત્વચા માટેખુબ સારી મનાય  છે. લીંબુની છાલમાં 126 મિ.ગ્રા. વિટામિન સી હોય છે. પરંતુ લીંબુના રસમાં માત્ર 53 મિલિગ્રામ હોય છે. તે જ પ્રમાણે લીંબુની છાલ 134 મિલિગ્રામ. કેલ્શિયમ ધરાવે છે. રજોકે તેના રસમાં માત્ર 26 મિલિગ્રામ હોય છે. લીંબુના રસમાં 138 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જ્યારે તેની છાલમાં 169 મિલિગ્રામ પોટેશિયમ હોય છે.

કેવી રીતે ફાયદાકારક છે લીંબુની છાલ ?
લીંબુની છાલમાં રહેલા કેરોટીનોઇડ્સ વિટામિન A માં રૂપાંતરિત થાય છે અને આંખો માટે સારા છે. વિટામિન સી વૃદ્ધોમાં આંખની સમસ્યાઓ ઘટાડે છે. લીંબુની છાલનો ઉપયોગ ઘા માટે પણ કરી શકાય છે. કારણ કે તે બેક્ટેરિયાના ફેલાવાને અટકાવે છે. કારણ કે તેમાં સાઇટ્રિક એસિડ હોય છે. તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે થાય છે. લીંબુની છાલ શરીરની દુર્ગંધ દૂર કરે છે. ખીલ પણ ઘટાડે છે. તેમને ફુદીના સાથે ઉકાળીને ચહેરા પર લગાવવું પણ સારું પરિણામ આપે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે કબજિયાતને રોકવામાં મદદ કરે છે. તેમજ વજનને નિયંત્રણમાં રાખવા પણ મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે રક્ત વાહિનીઓને આરામ આપવામાં અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદ કરે છે. વળી, તેમાં રહેલા ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડે છે. એટલું જ નહીં પણ તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે. તે ત્વચાના કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. લીંબુમાં લેમનગ્રાસ એક ઉત્તમ એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. કેન્સર, શરીરના અંગો અને કોષોને અસર કરતા રોગોથી આપણું રક્ષણ કરે છે. હાડકાં મજબૂત રાખે છે. તેમજ તેમાં સમાયેલ વિટામિન સી દાંતની સમસ્યાઓ દૂર કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Health Tips : રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ! હસવાની જેમ રડવાના પણ જાણો ફાયદા

આ પણ વાંચો: Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

 

Next Article