જન્મતાં જ બાળકનું ‘રડવું’ જરૂરી છે, ના રડવાવાળા બાળકને જાણીજોઈને ડૉક્ટર Bum પર ટપલી મારીને રડાવે છે, પણ કેમ?

જન્મતાં જ બાળકનું 'રડવું' જરૂરી છે, ના રડવાવાળા બાળકને જાણીજોઈને ડૉક્ટર Bum પર ટપલી મારીને રડાવે છે, પણ કેમ?


બાળકનો જન્મ થાય એટલે સૌનું ધ્યાન બસ એ જ વાતમાં રહે કે બાળક રડ્યું કે નહીં. જો કોઈ કારણોસર બાળક જન્મતાં જાતે જ ન રડ્યું તો ડૉક્ટર તેને ટપલી મારી રોવડાવાની કોશિષ કરે છે. ત્યારે ઘણાંને એવો સવાલ થતો હશે કે આખરે કેમ તાજા જન્મેલા બાળકને ડૉક્ટર જાણીજોઈને રોવડાવે છે. 

તમારામાંથી ઘણાંને એ સવાલ થતો હશે ને કે બાળક જન્મતા જ કેમ રડે છે. અને જો ના રડે તો જાણી જોઈને રોવડાવાનું. ભઈ, બાળકે તો ખુશ થવું જોઈએ અને હસવું જોઈએ ને. પણ બાળકો માટે જન્મ લેતાની સાથે જ રડવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે,

પ્રથમ રૂદન એટલે પ્રથમ શ્વાસ.

રડવાના માધ્યમથી જ તાજું જન્મેલું બાળક તેના જીવનનો પ્રથમ શ્વાસ લે છે. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે તેઓ શ્વાસ નથી લેતા હોતા. બાળકો એમ્નિયોટિક સૈક (amniotic sac) નામની એક થેલીમાં હોય છે જેમાં એમ્નિયોટિક પ્રવાહી (amniotic fluid) ભરેલું હોય છે. તે સમયે બાળકના ફેફસાઓમાં હવા નથી હોતી. તેમના ફેફસાઓમાં આ પ્રવાહી ભરેલું હોય છે.

આ સ્થિતિમાં બાળકને તમામ જરૂરી પોષણ પોતાની માતા સાથે જોડાયેલી ગર્ભનાળના માધ્યમથી મળતું હોય છે. માના શરીરની બહાર આવતા જ તે ગર્ભનાળ કાપી દેવામાં આવે છે.

ગર્ભની બહાર આવીને બાળકે જાતે શ્વાસ લેવાનો પ્રયાસ કરવાનો હોય છે અને તેના માટે ફેફસાઓ સક્રિય બને તે ખૂબ જરૂરી હોય છે. પરંતુ  બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે ફેફસાઓમાં તો એમ્નિયોટિક પ્રવાહી હોય છે જે જન્મવાની સાથે જ ફેફસાઓમાંથી કાઢવું ખૂબ જરૂરી હોય છે. જેથી ફેફસાઓ સુધી હવાની અવર-જવરનો માર્ગ ખૂલે અને ફેફસા શ્વાસ લેવા તૈયાર થઈ જાય.

અને એટલે જ બાળકોને જન્મતાની સાથે જ રડાવવા ખૂબ જરૂરી હોય છે. ફેફસામાંથી પ્રવાહી નીકળતાં જ હવાની અવર જવર શરૂ થઈ જાય છે.

બાળકના રડવાની પ્રક્રિયા આ મહત્વપૂર્ણ કામ કરે છે. રડતી વખતે બાળક એક ઉંડો શ્વાસ લે છે. આ પ્રક્રિયા 2 ભાગમાં થાય છે.

  • બાળક રોવાની તૈયારી માટે એક ઉંડો શ્વાસ લે છે.
  • તે રડવાનું શરૂ કરે છે અને શ્વાસ ચાલવા લાગે છે.

આ પણ વાંચો: સવારના નાસ્તામાં ખમણ-ઢોકળાં કે ઈડલી-સંભાર ખાવા જોઈએ કે નહીં?

બાળક જન્મતા જ જો સારી રીતે રડે તો તેનો અર્થ થાય છે કે ફેફસાઓમાંથી પ્રવાહી પૂરી રીતે નીકળી ગયું છે. ક્યારેક ક્યારેક જો બાળક જાતે રડી ન શકે તો મેડિકલ સ્ટાફ કોઈ સક્શન ટ્યૂબ કે પંપનો ઉપયોગ કરીને ફેફસાઓમાં રહેલું પ્રવાહી ખેંચી લે છે.

હસવાની ક્રિયાથી આ બધુ સારી રીતે નથી થઈ શક્તું. હસતી વખતે ઉંડો શ્વાસ લેવાની જરૂર નથી હોતી.

[yop_poll id=571]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati