Diwali 2019: જાણો શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે?

|

Oct 18, 2019 | 2:04 PM

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર આવે તો ચારેબાજુ રોશની ફેલાઈ જાય છે. દશેરાના 20 દિવસ બાદ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આપણે જાણીશું કે શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે? ઘણીબધી જગ્યાએ દિવાળીની ઉજવણી માટે અલગ અલગ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ […]

Diwali 2019: જાણો શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે?

Follow us on

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર આવે તો ચારેબાજુ રોશની ફેલાઈ જાય છે. દશેરાના 20 દિવસ બાદ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આપણે જાણીશું કે શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે? ઘણીબધી જગ્યાએ દિવાળીની ઉજવણી માટે અલગ અલગ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   શિલ્પા શેટ્ટીએ શૅર કર્યો કરવા ચોથની પૂજાનો વીડિયો, જાણો અનિલ કપૂરના ઘરે શિલ્પા સાથે કઈ અભિનેત્રીએ કરી પૂજા?

રામાયણ પ્રમાણે જોઈએ તો  મંથરાના લીધે રાજા દશરથે રામ ભગવાનને 14 વર્ષ વનવાસ માટે મોકલ્યા. પિતાનું સન્માન કરીને સિતાની સાથે રામ વનવાસે જાય છે. લક્ષ્મણ પણ તેઓની સાથે વનમાં જાય છે. વનમાં રાવણ સીતાનું અપહરણ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીતાના અપહરણ બાદ રામની સેના અને રાવણની સેના વચ્ચે યુદ્ધ થાય છે. જેમાં રામનો વિજય થાય છે. આ દિવસને દશેરા તરીકે મનાવવામાં આવે છે. રામ અયોધ્યા પરત આવે છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. લોકો દીવડાઓ પ્રગટાવીને ભગવાન રામના પરત આવવાની ખૂશી વ્યક્ત કરે છે અને આ દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીને પ્રકાશનું પર્વ પણ કહેવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બીજી એક એવી પણ કથા છે કે પાંડવો કૌરવોની સામે શતરંજ ખેલ ખેલે છે. જેમાં પાંડવો રાજ્ય હારી જાય છે. રાજ્ય છોડીને પાંડવોને 13 વર્ષના વનવાસ જવાનું થાય છે. જ્યારે વનવાસ ગાળીને પાંડવો પરત રાજ્યમાં આવે છે ત્યારે પ્રજા તેમનું સ્વાગત કરે છે. દીપ સાથે પાંડવોનું સ્વાગત કરવામાં આવે છે. આ દિવસને પણ દિવાળી સાથે જોડીને જોવામાં આવે છે. જે કથા મહાભારતની છે. આ સિવાય કૃષ્ણ દ્વારા નરકાસુર રાક્ષસનો વધ, વિક્રમાદિત્ય રાજાનો રાજ્યાભિષેક, માતા લક્ષ્મીનો સૃષ્ટિ પર અવતાર વગેરે કથાઓ પણ દિવાળીની સાથે સંબંધ ધરાવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article