જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!

લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજનીતિક માહોલ ગરમ છે ત્યારે ભાજપના નેતા પર જૂતું ફેંકવાથી ફરી હોબાળો મચી ગયો છે. ભાજપના હેડક્વાર્ટરમાં જ ભાજપના નેતા પર એક વ્યક્તિએ જૂતું ફેંકી દીધું હતું. Major chaos at BJP presser in #Delhi ; Shoe hurled at MP GVL Narasimha Rao, suspect detained.#TV9News pic.twitter.com/ejuDLBdV4T — Tv9 Gujarati (@tv9gujarati) April 18, […]

જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!
Follow Us:
| Updated on: Apr 18, 2019 | 12:37 PM

લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજનીતિક માહોલ ગરમ છે ત્યારે ભાજપના નેતા પર જૂતું ફેંકવાથી ફરી હોબાળો મચી ગયો છે. ભાજપના હેડક્વાર્ટરમાં જ ભાજપના નેતા પર એક વ્યક્તિએ જૂતું ફેંકી દીધું હતું.

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું છે. નરસિમ્હા રાવ અને ભૂપેન્દ્ર યાદવ ભાજપના કાર્યાલય ખાતે સાધ્વી પ્રજ્ઞાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. સામેની હરોળમાં બેઠેલાં એક વ્યક્તિએ ભાજપના પ્રવક્તા પર અચાનક પોતાનું જૂતું ફેંકી દીધું હતું. બાદમાં હાજર રહેલાં લોકોએ આ વ્યક્તિને પોલીસના હવાલે કરી દીધો હતો.

શા માટે ફેંક્યું જૂતું?

પોલીસને વ્યકિતના આઈડી કાર્ડ પરથી મળેલી જાણકારી અનુસાર તે વ્યવસાયે તબીબ છે અને તેમનું નામ શક્તિ ભાર્ગવ છે. ભાર્ગવનો આરોપ છે કે હાલની મોદી સરકારે ભ્રષ્ટ્રાચાર વિરોધ કોઈ પણ અવાજ ઉઠાવ્યો જ નથી. ફેસબુક પોસ્ટમાં ભાર્ગવે પોતાને સમાજ માટે વ્હીસલ બ્લોઅર કહ્યાં છે.

ડૉક્ટરમાંથી રિયલ એસ્ટેટના ધંધામાં ઝંપલાવેલા શક્તિ ભાર્ગવે પોતાની ખાસ્સી રકમથી બ્રિટીશ કોર્પોરેશનની જમીન અને બંગલા ખરીદ્યા હતા. આ જમીનની ખરીદીને લઈને સરકાર હરકતમાં આવી હતી અને તપાસ સીબીઆઈને સોપાઈ હતી. આમ તેના ઘણાબધા બંગલા અને સંપતિ સામે સીબીઆઈ તપાસ કરી રહી છે. કેટલાક મહિનાઓ પહેલાં શક્તિ ભાર્ગવના ઠેકાણાઓ પર ઈનકમટેક્સની રેડ પણ પડી હતી. કાનપુરના મોટા વેપારી સાથે તેની તણાવભરી સ્થિતિ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">