કોના જીવનમાં થશે પાર્ટનરનું આગમન ? કોનો બની રહ્યો છે વિદેશ યોગ ? શૅર બજાર કોને કરશે માલામાલ ? વાંચો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીનું રાશિફળ

7થી 13 જાન્યુઆરીના આ અઠવાડિયામાં ગ્રહોની બદલાયેલી ચાલથી અનેક રાશિઓ માટે શુભ સ્થિતિ સર્જાઈ છે. આ સપ્તાહમાં મિથુન અને કર્ક રાશિના જાતકોને ફાયદો થવાનો છે. આપની રાશિ માટે કેવું રહેશે 7થી 13 જાન્યુઆરીનું આ અઠવાડિયું ? જણાવી રહ્યા છે જાણીતા એસ્ટ્રોલૉજર બેજાન દારૂવાલા. મેષ : મનોબળ મજબૂત રહેશે અઠવાડિયાની શરુઆતમાં ભાગ્યનો ઓછો સાથ મળશે કે […]

કોના જીવનમાં થશે પાર્ટનરનું આગમન ? કોનો બની રહ્યો છે વિદેશ યોગ ? શૅર બજાર કોને કરશે માલામાલ ? વાંચો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીનું રાશિફળ
TV9 Web Desk

|

Jan 06, 2019 | 6:30 AM

7થી 13 જાન્યુઆરીના આ અઠવાડિયામાં ગ્રહોની બદલાયેલી ચાલથી અનેક રાશિઓ માટે શુભ સ્થિતિ સર્જાઈ છે. આ સપ્તાહમાં મિથુન અને કર્ક રાશિના જાતકોને ફાયદો થવાનો છે.

આપની રાશિ માટે કેવું રહેશે 7થી 13 જાન્યુઆરીનું આ અઠવાડિયું ? જણાવી રહ્યા છે જાણીતા એસ્ટ્રોલૉજર બેજાન દારૂવાલા.

મેષ : મનોબળ મજબૂત રહેશે

અઠવાડિયાની શરુઆતમાં ભાગ્યનો ઓછો સાથ મળશે કે જેનાથી હતાશા અને નિરાશા થઈ શકે છે. થોડીક મહેનતથી થાકનો અનુભવ થઈ શકે. કામકાજમાં અવરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે કે જેથી આરોગ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે. એવું લાગશે કે ભાગ્યે મોઢું ફેરવી લીધું છે. શત્રુ અને વિરોધી પક્ષો આ સમયે આપને વધુ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. તેથી આપે સાવચેત રહેવાની જરૂર છે. અઠવાડિયાના મધ્યે આપનું મનોબળ મજબૂત રહેશે. આકસ્મિક પ્રવાસનો યોગ છે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આરોગ્યમાં સુધારો થશે. સપ્તાહનો મધ્ય ભાગ આપના વેપાર માટચે શ્રેષ્ઠ રહેશે અને આપને શ્રેષ્ઠ નાણાકીય લાભ પણ મળશે. વૈવાહિક જીવનમાં થોડીક મુશ્કેલીઓ આવી શકે. અઠવાડિયાના અંતે કાર્યમાં વિલંબ થઈ શકે, પણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. ફસાયેલા નાણા પરત મળશે. મોજ-મસ્તી અને લક્ઝરી જીવન શૈલી પર ખર્ચ વધશે.

વૃષભ : આવકના નવા સ્રોતો સામે આવશે

સપ્તાહના આરંભે આપ ડિપ્રેશનમાં જઈ શકો છો. નકારાત્મક વિચારો મનમાં ન આવવા દો. વ્યવસાય અને નોકરિયાત લોકોને નુકસાનની શંકા છે. કોઈ વાતની ચિંતા આપને પરેશાન કર શકે. શારીરિક અસ્વસ્થતા અને ભાગ્યહાનિના યોગ બની રહ્યાં છે. નકારાત્મક વિચારો સાથે કોઈ પણ કામની શરુઆતનું પરિણામ સારું નહીં રહે. સપ્તાહના મધ્યે પરિસ્થિતિઓ બદલાશે. ધીમે-ધીમે આપના કાર્યો બનતા લાગશે. આમ છતાં કામની અધિકતાથી મન પરેશાન થઈ શકે. આપ તમામ કામો સમયસર પૂર્ણ કરવાની કોશિશ કરશો. સપ્તાહના અંતે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે આપના સંબંધ સારા રહેશે. આવકના નવા સ્રોતો સામે આવશે. આર્થિક લાભ થશે. યાત્રા પર પણ જઈ શકો છો.

મિથુન : આરોગ્યનું ધ્યાન રાખો

વિદ્યાર્થીઓને આ અઠવાડિયે એકાગ્રતાની કમી હોઈ શકે. નોકરિયાત લોકો માટે આ સમય સારો રહેશે. કાર્યસ્થળે કર્મચારીઓનો સહયોગ મળશે. અધિકારીઓ આપના કામથી પ્રસન્ન થશે. પારિવારિક માહોલ સારો જળવાઈ રહેશે. આ સપ્તાહે આપે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગણેશજી આપને પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફમાં બૅલેંસ જાળવી રાખવાની સલાહ આપી રહ્યાં છે. સપ્તાહના બીજા ભાગે નોકરિયાત લોકોને ખાસ પ્રકારથી ધ્યાન રાખવું પડશે. અઠવાડિયે પૈસાની ચિંતામાં વધુ ન રહેવું જોઇએ. ખર્ચ થશે, પરંતુ આવક પણ થશે. સપ્તાહના અંતે ટેન્શન થઈ શકે. વિવાહ યોગ્ય જાતકોના સંબંધની વાત ક્યાંક ચાલી શકે.

આ પણ વાંચો : શું તમને આ પ્રશ્ન મુંઝવે છે કે ગાંધારીએ 100 પુત્રોને કઈ રીતે જન્મ આપ્યો હશે ? જો હા, તો જવાબ જાણવા બસ અહીં CLICK કરો અને ઉઠાવી દો અનેક રહસ્યો પરથી પડદો

કર્ક : માન-સન્માન વધશે

આ અઠવાડિયું શુભ ફળદાયી રહેશે. આવકમાં વધારો થશે. આર્થિકિ સ્થિતિ મજબૂત થશે. નોકરિયાત વર્ગને ભાગ્યનો સપોર્ટ મળશે. પ્રમોશન થશે. માહિતી અને અનુભવના આધારે નોકરી મળશે. માન-સન્માન વધશે. લવ લાઇફ અને દાંપત્ય જીવન અનુકૂળ રહેશે. નવા પ્રેમ સંબંધો માટે સારો સમય છે. મતા-પિતાનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ મળશે. સપ્તાહનો મધ્ય ભાગ વ્યવસાય માટે સારો રહેશે, પણ વગર વિચાર્યે કોઈ નિર્ણય ન કરતા. ઉતાવળિયા નિર્ણય નુકસાનકારક સાબિત થશે. સહકર્મચારીઓ સાથે દલીલ ન કરતા. પરિવારમાં કોઈ મહેમાન કે નવા સભ્યનું આગમન થશે. સંપત્તિ વેચવા માટે સમય અનુકૂળ છે.

આ પણ વાંચો : પિતાને લકવાએ ભરડામાં લીધો અને બે દિકરીઓએ કરી નાખ્યુ એવું કામ કે જે કોઈ દિકરો પણ ન કરી શકે

સિંહ : વિચારોમાં પરિવર્તન જોવા મળશે

સપ્તાહના આરંભે પારિવારિક જીવનમાં થોડીક સમસ્યા થઈ શકે. જીવનસાથી અને સંતાન સાથે કોઈ વાતે વિવાદ થઈ શકે. ગણેશજી આપને સલાહ આપી રહ્યા છે કે આપ નાની વાતને વધુ મોટી ન કરો. સપ્તાહના મધ્યે આપના વિચારોમાં પરિવર્તન જોવા મળશે. નોકરિયાત લોકોને પોતાના ટાર્ગેટ તરફ ધ્યાન આપવું જોઇએ. વેપાર-વ્યવસાય વધારવા અંગે વિચારશો. નોકરિયાત લોકોને નવી જવાબદારી મળી શકે. સપ્તાહના અંતે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. ઘર કે બહાર કોઇક ખરીદી માટે આપ જઈ શકો છો.

કન્યા : સારા પ્રયાસો કરશો

અઠવાડિયાના આરંભે પરિવારજનો સાથે સારો સમય પસાર થવાનો છે. કોઈની સાથે નાની વાત પર મોટો વિવાદ થઈ શકે. આપે કોઈની સાથે ચર્ચા કરતીી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે કોઈ આપની વાતથી હર્ટ ન થાય. આ સમયે આર્થિકિ સ્થિતિ બહેતર કરવા માટે સારા પ્રયાસો કરશો. કલાકાર કે આર્ટથી જોડાયેલા લોકો પોતાની કળાનું પ્રદર્શન કરવા બહાર જઈ શકે છે. સપ્તાહના મધ્યમાં આપના વિચારો અસ્થિર રહેશે. કોઈ નવા સંબંધને આગળ વધારવા માટે સમય સારો નથી. સપ્તાહના અંતે વ્યાવસાયિક ક્ષેત્રે આપના હરીફો આપના કામના વખાણ કરશે. નવા કામની શરુઆત સારી રહેશે. ભાઈ-બંધુઓ સાથે મજાક-મસ્તીના મૂડમાં રહેશો.

તુલા : નાણાકીય લેવડ-દેવડ ન કરો

આ અઠવાડિયે આપ થોડાક ઊર્જાવાન (એનર્જેટિક) રહેશો. ભાઈ-બહેનો અને પાડોશીઓ સાથે સંબંધ મધ્યમ રહેશે. કોઈ નાણાકીય લેવડ-દેવડ ન કરતા. મકાન અને વાહન રિપૅરિંગનું કામ થઈ શકે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અરુચિ રહેશે. શૅર બજારમાં કામ કરતા લોકોએ સાવધાની વરતવાની જરૂર છે. સપ્તાહના મધ્યે મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બની શકે. પ્રેમ સંબંધોમાં થોડીક નિરસતા આવી શકે. પ્રેમી-પ્રેમિકાઓ વચ્ચે મતભેદ સર્જાઈ શકે. બાહરી કામકાજમાં સફળતા મળી શકે. 10, 111 અને 12 જાન્યુઆરીએ આરોગ્ય અંગે બેચેની થઈ શકે. અદાલતી કાર્યોમાં કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈને જ કામ કરો. દસ્તાવેજી કાર્યવાહીમાં સાવચેતી વરતો અને સંપૂર્ણ વાંચ્યા બાદ જ તેના પર સહી કરો.

વૃશ્ચિક : મુલાકાત સારી રહેશે

આ સપ્તાહ મધ્યમ ફળદાયી રહેશે. આ સપ્તાહ કોઈ પણ જાતના લેવડ-દેવડ ન કરવાની સલાહ છે. ખર્ચ વધુ થઈ શકે. આરોગ્યનું ધ્યાન રાખો. શર્દી-સળેખમથી પણ પીડિત થઈ શકો. આ અઠવાડિયે પણ કોઈ પ્રકારના નવા કામની શરુઆત ન કરો. સપ્તાહમાં આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. સપ્તાહના મધ્યથી સ્થિતિમાં થોડોક સુધારો થશે. ભાઈ-બંધુઓનો સાથ મળવાથી મન ખુશ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે આપની મુલાકાત સારી રહેશે. નોકરિયાત અને બિઝનેસમૅન કોઇક નાની યાત્રા પર જઈ શકે. આ સપ્તાહ સરકારી કાર્યમાં વિલંબ થવાથી મન અપ્રસન્ન રહેશે. સપ્તાહના અંતે સંતાન સંબંધી કોઈ ચિંતા થઈ શકે.

ધન : શુભ સમાચાર મળશે

ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું-નરસું ફળ લઈને આવશે. તન-મનથી શરીર સ્વસ્થ રહેશે. કામ કરવાની ઇચ્છા થશે. પ્રતિયોગિતામાં સફળતા મળશે. મનોબળ ઊંચું રહેશે. આ અઠવાડિયે કૅરિયર તતા નોકરીમાં મહેનત કરો. સંઘર્ષમય સપ્તાહ રહેશે, પણ લાભ ચોક્કસ મળશે. વ્યવસાય માટે આશાસ્પદ સમય રહેશે. આપને આ અઠવાડિયે કોઈ શુભ સમાચાર મળશે. જૂના વિવાદનો અંત આવશે. ઘરમાં કોઇક ધાર્મિક કાર્ય થઈ શકે. પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ મધ્યમ ફળદાયી રહેશે. પરિજનોના સભ્યોનો સપોર્ટ મળશે. વેપાર-વ્યવસાય માટે વિદેશ જવાનું થશે. નવા એક્સપોર્ટ ઑર્ડર મળવથી ખુશી થશે. નોકરિયાતો માટે સારો સમય છે. પૈતૃક સંપત્તિનો વિવાદ ઉકેલાઈ શકે.

મકર : પૂજા-પાઠનું આયોજન થશે

મકર રાશિ માટે સપ્તાહની શરુઆત મધ્યમ થશે. મધ્ય ભાગમં દોડભાગ રહેશે. સપ્તાહના મધ્યથી અંત સુધી સારો માહોલ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માથાના દુઃખાવા કે વાળથી સંબંધિત પરેશાનીઓથી મુક્તિ મળશે. ટેન્શન થોડુંક ઓછું થશે. પરિવારના સભ્યો પાસેથી નાણાકીય મદદ મળશે. પરિવારમાં એક નવી વ્યક્તિ આશે. સંતાનના લગ્ન અંગે શુભ સમાચાર મળ શકે. પારિારિક પૂજા-પાઠનું આયોજન થશે. નોકીર કે ધંધાના કારણે પ્રિયજનો સાથે સમય નહીં પસાર કરી શકો. વડીલોના આશીર્વાદ મળશે. નાના ભાઈ-બહેનની સમસ્યાનું નિવારણ થશે. પાડોશી સાથે વ્યવહારમાં સુમેળ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રે નવા સાહસો કરશો. વ્યવસાયનું વિસ્તરણ થશે. આ સપ્તાહ મકર રાશિ વાળાઓ માટે મિશ્રિત ફળદાયી રહેશે.

કુંભ : કારોબાર સારો રહેશે

શારીરિક આરોગ્ય જળવાઈ રહેશે. મનના અગણિત વિચારો આપને લાગણીશીલ બનાવશે. શરુઆતમાં પ્રેમ અને લગાવના કારણે મનમાં દુઃખ થશે. સપ્તાહના આરંભે આનંદની અનુભૂતિ કરશો. થોડાક સાવચેત રહો, નહિંતર આ જ લાફ નુકસાનમાં પણ કન્વર્ટ થઈ શકે. નોકરિયાત લોકોને થોડીક ચિંતા બાદ આનંદનો અનુભવ થશે. વેપારીઓનો કારોબાર સારો રહેશે. પિતા-પુત્રના સંબંધોમાં કડવાશ આવી શકે. કુટુંબની સંપત્તિ કે જમીન-મકાનનના લેવડ-દેવડમાં સરળતા રહેશે. પ્રોપર્ટીના કામમાં ફાયદો થશે. અંતે કેટલીક યાદગાર ઘટનાઓ ઘટતા મન આનંદિત રહેશે.

મીન : શૅરમાં થઈ શકે લાભ

સપ્તાહના આરંભે ભાવનાત્મક સંબંધો ખરાબ થઈ શકે. લાગે છે કે માતા-પિતાના આરોગ્યમાં સુધારો થશે. વેપાર-ધંધાનો વિકાસ થશે અને નવો ઑર્ડર મળશે. વ્યવસાયમાં મની મૅનેમેંટ વ્યવસ્થિત કરી શકાય. મનની લાગણીઓને કાબૂમાં રાખો. સમય આપનો સાથ આપશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શૅર બજારમાં નુકસાનથી બચવા માટે સાવધાની વરતો. આપ વ્યવસાયમાં ઉધાર અને ધન સંબંધી જરરિયાતો પૂરી કરી શકો. ભાગીદારીના ધંધામાં સાવધાની જરૂરી છે, નહિંતર વિશ્વાસઘાત મળી શકે. સપ્તાના મધ્યમથી શૅરમાં ફાયદો થઈ શકે. દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેશે. અવિવાહિતો વિવાહના બંધનમાં બંધાઈ શકે. વિદેશ જવા માટે વિઝા મળી શકે. આયાત-નિકાસના વેપારમાં પ્રગતિ થશે અને વિઘ્નો દૂર થશે.

[yop_poll id=487]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati