લો કરો વાત, આ યુવાનને લગ્ન માટે જોઈએ છે આવી છોકરી, દહેજ એ પોતે આપવા છે તૈયાર, જુઓ Viral Video

|

Jan 26, 2023 | 4:12 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોસ્ટર પર એવી વાત લખીને રોડ પર ફરી રહી છે, કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં આ પોસ્ટર પર શું લખ્યું છે તે તમારે પણ જાણવું જોઈએ.

લો કરો વાત, આ યુવાનને લગ્ન માટે જોઈએ છે આવી છોકરી, દહેજ એ પોતે આપવા છે તૈયાર, જુઓ Viral Video
Video Viral

Follow us on

આજકાલ દરેક વ્યક્તિને પોપ્યુલર થવાનો શોખ જાગ્યો. જેને જુઓ તે સોશિયલ મીડિયા પર પોતાના અતરંગી વીડિયો બનાવી બનાવી વાયરલ કરવામાં વ્યસ્ત છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ જોર જોરથી હસવા લાગશો અને કહેશો અરે ભાઈ શું થઈ ગયું છે આ લોકોને ! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોસ્ટર પર એવી વાત લખીને રોડ પર ફરી રહી છે, કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં આ પોસ્ટર પર શું લખ્યું છે તે તમારે પણ જાણવું જોઈએ.

 મધ્યપ્રદેશનો વીડિયો વાઈરલ

આ વીડિયો @SushantPeter302 નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાર્ક ચશ્મા પહેરેલ એક વ્યક્તિ રોડ પર પોસ્ટર લઈને ઉભો છે. લોકો તેને જોઈ રહ્યા છે. પોસ્ટર વાંચીને કેટલાક લોકો હસી પણ રહ્યા છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે મારે લગ્ન માટે સરકારી નોકરી કરતી છોકરી જોઈએ છે, દહેજ હું આપીશ દઈશ. છોકરાનું આ પોસ્ટર વાયરલ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનું જણાય રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોસ્ટર વાંચી તમે પણ હસવા લાગશો

વાસ્તવમાં, પોસ્ટર લઈને ફરતો આ વ્યક્તિ લગ્ન માટે સરકારી નોકરીવાળી છોકરી ઈચ્છે છે. એટલા માટે તે માર્કેટમાં એક પોસ્ટર લઈને ઉભો હતો, જેના પર લખેલું છે કે તેને લગ્ન માટે સરકારી નોકરીવાળી છોકરી જોઈએ છે. હું દહેજ આપીશ. આ પછી, વ્યક્તિનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. લોકો આ અંગે કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ પણ સમાજનું કાળું સત્ય છે, શું સરકારી નોકરીવાળી છોકરી બેરોજગાર યુવક સાથે લગ્ન કરી શકે છે? આ અંગે તમારો શું અભિપ્રાય છે? અમને ટિપ્પણીઓમાં જણાવો.

જણાવવામાં આવી રહ્યું છે કે જે વીડિયો સામે આવ્યો છે તે છિંદવાડાના ફાઉન્ટેન ચોકનો છે. ત્યાંના એક દુકાનદારે જણાવ્યું કે એક છોકરો અહીં પોસ્ટર લઈને ઊભો હતો. તે અવાજ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો હતો. તે હાથમાં પોસ્ટર લઈને થોડીવાર અહીં ઊભો રહ્યો. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો. વીડિયોમાં જોવા મળેલા યુવકો વિશે હજુ વધુ માહિતી મળી શકી નથી.

Next Article