UGC NET 2022: UGC NET 2022ની જાહેરાત, જૂનમાં પરીક્ષા, એક સાથે બે સાઈકલમાં લેવાશે પરીક્ષા

|

Apr 11, 2022 | 11:55 AM

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે UGC NET 2022 (UGC NET 2022)ની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ એમ જગદેશ કુમારે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

UGC NET 2022: UGC NET 2022ની જાહેરાત, જૂનમાં પરીક્ષા, એક સાથે બે સાઈકલમાં લેવાશે પરીક્ષા
UGC NET 2022 Announcement

Follow us on

UGC NET 2022 Exam Date: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે UGC NET 2022 (UGC NET 2022)ની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ એમ જગદેશ કુમારે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે યુજીસી નેટ પરીક્ષા 2022 જૂન મહિનામાં લેવામાં આવશે. ગયા વખતની જેમ, બે સાઈકલની નેટ પરીક્ષા એકસાથે લેવામાં આવશે. એટલે કે, UGC NET ડિસેમ્બર 2021 અને UGC NET જૂન 2022 પરીક્ષાઓ એકસાથે લેવામાં આવશે. જેમ કે UGC NET ડિસેમ્બર 2020 અને UGC NET જૂન 2021 પરીક્ષાઓ એકસાથે લેવામાં આવી હતી. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવા માગે છે, તેઓએ UGC NET પરીક્ષાની તારીખ અને ફોર્મની વધુ વિગતો વાંચવી જોઈએ.

યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમાર દ્વારા કરવામાં આવેલા ટ્વીટ મુજબ, યુજીસી નેટ ડિસેમ્બર 2021 (UGC NET December 2021) અને યુજીસી નેટ જૂન 2022ની પરીક્ષાઓ જૂન 2022ના પ્રથમ અને બીજા સપ્તાહમાં એકસાથે લેવામાં આવશે. પરીક્ષાની ચોક્કસ તારીખો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

UGC NET અરજી ફોર્મ 2022: UGC NET ફોર્મ ક્યારે આવશે

UGC NET જૂન 2022નું સંપૂર્ણ સમયપત્રક રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. UGC NET એપ્લિકેશન ફોર્મ 2022 ક્યારે બહાર પાડવામાં આવશે (UGC NET June 2022 form), તેની માહિતી પણ શેડ્યૂલ સાથે આપવામાં આવશે. UGC NET 2022 નોટિફિકેશન માટે NTA NETની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેતા રહો.

UGC NET 2022 form: UGC NET ફોર્મ કેવી રીતે ભરવું

UGC NET 2022ની સત્તાવાર વેબસાઇટ હજુ સુધી અપડેટ કરવામાં આવી નથી. આ વેબસાઇટ પર UGC 2022નું ફોર્મ બહાર પાડવામાં આવશે. તે પછી તમે ઑનલાઇન મોડમાં અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકશો. UGC NET ફીની ચુકવણી પણ ઓનલાઈન કરવાની રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી UGC NET પરીક્ષા પણ ઓનલાઈન એટલે કે CBT મોડ પર લેવામાં આવે છે.

આ પણ વાંચો: NATA 2022 Registration: આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

Published On - 11:52 am, Mon, 11 April 22

Next Article