દેશ પુલવામા હુમલાના શોકમાં ગરકાવ છે અને ત્યારે ગુજરાતના આ મંત્રી સાડી-વિતરણના કાર્યક્રમો કરી રહ્યાં છે!
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાન શહીદ થતા દેશ શોકમગ્ન બની ગયો છે અને ઠેર ઠેર દુખની લાગણી દેખાઈ રહી છે. ઠેર ઠેર આતંકવાદીઓના પુતળા દહન અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સંભળાઈ રહ્યા છે. ગઈકાલે જયારે શહીદોનો અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યો હતો.ત્યારે લોકો એ પોતાનો ધંધો વ્યાપાર બંધ રાખીને આ વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપી હતી.તો બીજી […]
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાન શહીદ થતા દેશ શોકમગ્ન બની ગયો છે અને ઠેર ઠેર દુખની લાગણી દેખાઈ રહી છે. ઠેર ઠેર આતંકવાદીઓના પુતળા દહન અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સંભળાઈ રહ્યા છે.
ગઈકાલે જયારે શહીદોનો અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યો હતો.ત્યારે લોકો એ પોતાનો ધંધો વ્યાપાર બંધ રાખીને આ વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપી હતી.તો બીજી બાજુ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકરના વન તથા આદિજાતિ મંત્રી રમણ પાટકરએ પોતાના ગામ ધોડી પીપડામાં સંસ્કૃતિક હોલમાં સાડી વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં જમણવાર રાખ્યો હતો.
આથી વધુ તો જોવાની વાત એ છે કે શ્રી આદિવાસી શક્તિ મંડળ માણેકપોર સંચાલિત શ્રી વિવેકાનંદ હાઈસ્કુલનો વાર્ષિક ઉત્સવ પણ સાથે રાખ્યો હતો અને સ્કુલના બાળકોએ ડી.જે ના તાલ ઉપર ડાન્સ કર્યો હતો. ત્યારે આ શાળાના મુખ્ય હોદ્દા ઉપર રમણ પાટકર છે અને એક જવાબદાર વ્યક્તિ, જનપ્રતિનિધિ અને ગુજરાત સરકારના મંત્રી જેવા મોટા હોદ્દા ઉપર હોવા છતાં તેમણે આ કાર્યક્રમમાં રદ્દ કરવા કે પછી થોડા દિવસ બાદ યોજવાના બદલે કોઈ પણ જાતની પરવાહ કર્યા વિના રાખ્યો હતો.
[yop_poll id=1542]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]