ત્રણ વાર T-20 લીગની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટમાં હાલત ખસ્તા, બોલરોના ધજીયા ઉડાવનારા માહીને એક જ બોલરે બે વાર બોલ્ડ કરવાનો મોકો મળ્યો

|

Oct 30, 2020 | 3:33 PM

ત્રણ વાર T-20 લીગની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટમાં હાલત, આમ તો વર્ષ 2020 માં અત્યાર સુધીની સૌથી ખરાબ રહી છે. બોલરોના ધજીયા ઉડાવનારા માહીને, એક જ બોલરે બે વાર બોલ્ડ કરી દીધો છે. તે પણ ખુબ જ સસ્તા સ્કોર પર. કલકત્તાના નાઇટ રાઇડર્સના વરુણ ચક્રવર્તી એ જ બોલર છે કે જેને ઓસ્ટ્રેલીયા […]

ત્રણ વાર T-20 લીગની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટમાં હાલત ખસ્તા, બોલરોના ધજીયા ઉડાવનારા માહીને એક જ બોલરે બે વાર બોલ્ડ કરવાનો મોકો મળ્યો

Follow us on

ત્રણ વાર T-20 લીગની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટમાં હાલત, આમ તો વર્ષ 2020 માં અત્યાર સુધીની સૌથી ખરાબ રહી છે. બોલરોના ધજીયા ઉડાવનારા માહીને, એક જ બોલરે બે વાર બોલ્ડ કરી દીધો છે. તે પણ ખુબ જ સસ્તા સ્કોર પર. કલકત્તાના નાઇટ રાઇડર્સના વરુણ ચક્રવર્તી એ જ બોલર છે કે જેને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી ચુક્યુ છે.

ચેન્નાઇ અને કલકત્તાની પ્રથમ વાર ટક્કર હાલની સિઝનમાં ગત 7, ઓક્ટોબરે અબુધાબીમાં થઇ હતી. આ મેચમાં કલકત્તાએ 10 રન થી જીત હાંસલ કરી હતી. પરંતુ જ્યાં સુધી ધોનીના વ્યક્તિગત પ્રદર્શન ની વાત છે, તો તેણે આ મેચમાં 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. જેમાં તેનો સામનો વરુણ ચક્રવર્તી સાથે થયો હતો. ચક્રવર્તીના બોલ પર છગ્ગો લગાવવાના પ્રયાસમાં જ તે ક્લીન બોલ્ડ થયો હતો, ધોની તેના બોલના ટર્નને માપવામાં નાકામિયાબ રહ્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ફરી વાર બંને ટીમો આમને સામને થઇ હતી ગત 29 ઓક્ટોબરે દુબઇમાં. જોકે મેચનુ પરીણામ ભલે ચેન્નાઇની પક્ષમાં રહ્યુ હોય. જેમાં ચેન્નાઇ છ વિકેટ થી જીત પણ હાંસલ કરી હોય, પરંતુ ધોની વ્યક્તિગત રીતે નિષ્ફળ રહ્યો હતો. ધોની ફરી એકવાર ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ધોનીએ વરુણના સામે પ્રથમ બોલ એકસ્ટ્રા કવર પર પુશ કરી હતી જેની પર કોઇ રન બનાવી શકાયો નહોતો.  બીજા બોલ પર બેકફુટ પર પંચ લગાવ્યો હતો, જેમાં પણ તે જ દીશામાં બોલ ગયો હતો અને રન થઇ શક્યો નહોતો.

ચક્રવર્તીના ત્રીજા બોલ પર માહી લેગ સાઇડ પર જઇને શોટ લગાવવા માટે પ્રયાસ કરતો હતો, પરંતુ બોલ ઝડપ થી વિકેટમાં જઇને ટકરાયો હતો. આમ ધોની આ વખતે આ બોલર સામે રમન કર્યા વિના જ શિકાર થઇ ચુક્યો હતો. આમ બે વારની ટક્કર થવા છતાં ધોનીએ 9 બોલ રમીને 9 રન બનાવ્યા હતા. આમ બંને વખત ધોની ચક્રવર્તીની બોલીંગનો જ શિકાર થયો હતો. ધોની વર્તમાન લીગમાં બેટ્સમેન તરીકે અને કેપ્ટન તરીકે સિઝન ખુબ જ ખરાબ રહી છે. તેમની ટીમ પણ 13 માંથી 8 મેચ હારીને પ્લેઓફમાંથી સૌ પ્રથમ બહાર ફેંકાઇ જવા પામી હતી. ત્યાં જ બેટ્સમેનના રુપમાં પણ ધોની 13 મેચમાં 203 રન કરી શક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article