મંત્રીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસ બેડામાં પણ લાગુ પડશે નો રિપીટ થિયરી

| Edited By: | Updated on: Jan 11, 2022 | 12:33 PM

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના મોટા શહેરોના પોલીસ સ્ટેશનોમાં આ કાર્યવાહી થશે, રાઇટરથી માંડીને PI સુધીના બદલી નખાશે. ઉત્તરાયણ બાદ કવાયત હાથ ધરાશે.

અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત મેગાસીટીમાં ટૂંક સમયમાં કવાયત હાથ ધરાશે. ગૃહ વિભાગે રાજ્યમાં તમામ જિલ્લામાં પોલીસ સ્ટેશનોની વિગતો મંગાવી હતી. તેમાં જે માહિતી પ્રાપ્ત થી છે તેના આધારે સૌથી બદનામ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ બદલાશે.

પાલિકા પંચાયત અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં નો રીપીટની થીયરી (no repeat theory) લાગુ થયા બાદ ગુજરાત (Gujarat) સરકારે મંત્રીમંડળમાં અને અધિકારીઓમાં નો રીપીટ થીયરી લાગુ કરી હતી. આવી જ વ્યવસ્થા હવે પોલીસ વિભાગમાં પણ લાગુ કરાશે. સરકાર (government) એ રાજ્યમાં તમામ જિલ્લામાં પોલીસ સ્ટેશનો (police stations) ની વિગતો મંગાવી છે. જેના આધારે બે બદનામ પોલીસ સ્ટેશન હશે ત્યાં રાઇટર થી માંડીને PI સુધી થશે બદલી થશે.

ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પોલીસ સ્ટેશનોની માહિતી એકઠી કરવામાં આવી રહી હતી જેના પણ જે પોલીસ સ્ટેશનમાંથી સૌથી વધુ ફરિયાદો રહી હતી તેની કેટેગીરી અલગ કરવામાં આવી છે અને આ ચોક્કસ વિસ્તારોના પોલીસ સ્ટેશનો સામે આવી રહેલી સતત ફરિયાદ બાદ આ નિર્ણય લેવાયો છે.

આ કેટેગીરીમાં જે પોલીસ સ્ટેશનોમાં સૌથી વધુ ફરિયાદો આવી છે ત્યા રાઈટરથી માંડીને પીએસઆઈ અને પીઆઈ સુધીનો તમામ સ્ટાફ બદલવામાં આવશે. આ માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. આ કવાયત બાદ પણ જો આવા સ્ટાફની ફરિયાદ આવતી રહેશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે.

સૌપ્રથમ આ કાર્યવાહી રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના મોટા શહેરોમાં આવતા પોલીસ સ્ટેશનોમાં આ કાર્યવાહી થશે ત્યાર બાદ રાજ્યના અન્ય ભાગોમાં તેને વિસ્તારવામાં આવશે. પોલીસ વિભાગની છબીને સ્વચ્છ કરવાના ઉદ્દેશ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ આ કવાયત શરૂ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

આ પણ વાંચોઃ Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

Published on: Jan 11, 2022 12:32 PM