થેલેસેમિયાએ વધારી ચિંતા, છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં 442 દંપતી થેલેસેમિયા પોઝિટિવ આવ્યા

|

Jan 03, 2023 | 3:33 PM

Ahmedabad: શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં થેલેસેમિયાના 442 દંપતી થેલેસેમિયા પોઝિટિવ મળ્યા છે. હાલ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રસુતાઓનું થેલેસેમિયા સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ છે.

થેલેસેમિયાએ વધારી ચિંતા, છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં 442 દંપતી થેલેસેમિયા પોઝિટિવ આવ્યા
થેલેસેમિયા

Follow us on

અમદાવાદ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં ગર્ભવતી મહિલાઓનું થેલેસેમિયા સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરમાં 80થી વધુ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની મદદથી ગર્ભવતી મહિલાઓનું થેલેસેમિયા અંગેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પ્રસુતા મહિલાઓમાં થેલેસેમિયા પોઝિટિવ તો નથી તે અંગેનું ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે.

થેલેસેમિયા માઈનોર કપલ લગ્ન કરે તો તેમનુ બાળક થેલેસેમિયા મેજર હોવાની પણ શક્યતા

થેલેસેમિયા એક ગંભીર આનુવંશીક લોહીની બીમારીને લગતો રોગ છે. આ કારણથી જ લગ્ન અગાઉ કુંડળી મેળવવાની સાથે બ્લડગૃપની પણ તપાસ કરાવવા પર તબીબો ભાર મુકી રહ્યા છે. જો બે થેલેસેમિયા માઈનોર કપલ લગ્ન કરે તો તેમનુ બાળક થેલેસેમિયા મેજર જન્મી શકે છે. મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળકનું આયુષ્ય ઘણુ ટૂંકુ રહેવાની શક્યતા છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે મનપાના હેલ્થ વિભાગ દ્વારા પ્રેગનન્ટ મહિલાઓનું થેલેસેમિયા ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે.

શું છે થેલેસેમિયા ?

થેલેસેમિયા એક ગંભીર આનુવંશીક લોહીને લગતો રોગ છે. જેને રક્ત વિકાર પણ કહેવામાં આવે છે. આ રોગમાં રેડ બ્લડ સેલ્સ (લાલ રક્તકણો) અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછુ થઈ જાય છે. જો શરીરમાં હિમોગ્લોબિન ના બને અથવા સામાન્યથી ઓછુ થઈ જાય તો થેલેસેમિયા થવાની સંભાવના રહે છે. આ રોગમાં દર્દીને સપ્તાહમાં એક કે બે વાર લોહી ચડાવવુ પડે છે. દર સપ્તાહે દર્દીને બ્લડ ડાયાલિસિસ કરાવવુ પડે છે. આ રોગ અંગે લોહીના ટેસ્ટથી જાણી શકાય છે. નાના શિશુમાં થેલેસેમિયાની ઓળખ ત્રણ મહિના પછી થઈ શકે છે. થેલેસેમિયા માઈનોર દંપતીએ ટેસ્ટ કરાવવો અત્યંત આવશ્યક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા થેલેસેમિયાના કેસ

મનપાના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ વર્ષ 2022-2023માં તમામ અર્બન હેલ્થ સેન્ટરના મળીને 29041 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા 28241 પ્રસુતાઓનુ થેલેસેમિયા ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. જેમા 1400 મહિલાઓ થેલેસેમિયા પોઝિટિવ જણાઈ હતી. જ્યારે 26840 પ્રસુતા મહિલાઓનો થેલેસેમિયા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રસુતા મહિલાઓના પતિના ટેસ્ટ દરમિયાન 70 પતિના રિપોર્ટ પોઝિટિવ જણાયા હતા. જ્યારે 731 પતિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ચેકઅપ દરમિયાન 4 મેજર પણ જોવા મળ્યા હતા.

Published On - 3:28 pm, Tue, 3 January 23

Next Article