T20 લીગ: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, 2 વખત ચેમ્પિયન રહી ચૂકેલી KKRની હાર

|

Sep 24, 2020 | 12:01 AM

ટી-20 લીગની 13મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની  હાર સાથે શરુઆત રહી છે.  જેમાં કોલકતાના બેટ્સમેનો નિષ્ફળ નિવડતા ધબડકો થયો હતો અને લક્ષ્યાંકનો પીછો કરવા મેચ પર પકડ મેળવી શક્યુ જ નહોતુ. 195 રનના મુંબઈ આપેલા લંક્ષ્યાકને લઇ વળતા જવાબમાં 8 વિકેટ ગુમાવીને કોલકતાએ 146 રન 20 ઓવરને અંતે કર્યા હતા. આમ મુંબઇ ઇન્ડીયન્સનો 49 રને […]

T20 લીગ: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, 2 વખત ચેમ્પિયન રહી ચૂકેલી KKRની હાર

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની  હાર સાથે શરુઆત રહી છે.  જેમાં કોલકતાના બેટ્સમેનો નિષ્ફળ નિવડતા ધબડકો થયો હતો અને લક્ષ્યાંકનો પીછો કરવા મેચ પર પકડ મેળવી શક્યુ જ નહોતુ. 195 રનના મુંબઈ આપેલા લંક્ષ્યાકને લઇ વળતા જવાબમાં 8 વિકેટ ગુમાવીને કોલકતાએ 146 રન 20 ઓવરને અંતે કર્યા હતા. આમ મુંબઇ ઇન્ડીયન્સનો 49 રને વિજય થયો હતો. મુંબઇ ઇન્ડિયન્સ તેની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ કોલકતા સામે મેદાનમાં ઉતર્યુ હતુ. પ્રથમ ઈનીંગ્સમાં મુંબઇ ઇન્ડીયન્સે સારી શરુઆત કરી હતી અને પ્રથમ વિકેટ માત્ર આઠ રનના સ્કોર પર ગુમાવી હતી તેમ છતાં મેચમાં મુંબઇએ પાછુ વળી જોયુ નહોતુ. જો કે ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવે ખેલનો મોરચો સંભાળી લીધો હતો અને વિજય માટે હરીફ ટીમ કેકેઆરને વિશાળ રન લક્ષ્ય આપ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

મુંબઈની બેંટીંગ

મુંબઇ ઇન્ડીયન્સ ની ટીમે બેટીંગ કરતા બીજી જ ઓવરમાં ડી કોકના સ્વરુપમાં પ્રથમ વિકેટ માત્ર આઠ રનના સ્કોર પર ગુમાવી હતી. ત્રીજા નંબર પર રમવા આવેલા બેટ્સમેન સુર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત શર્માને સાથ પુરાવી રમતને આગળ વધારી હતી. 28 બોલમાં 47 રને યાદવ રન આઉટ થયો હતો. જોકે કેપ્ટન રોહિત શર્માએ રનની જવાબદારી પોતાને શિરે સ્વીકારી હોય એમ સ્કોર બોર્ડને આગળ વધારવા સાથે ક્રિઝ પર ટકી રહ્યો હતો. તેણે 06 છગ્ગા અને 03 ચોગ્ગા લગાવી 54 બોલમાં 80 રન કર્યા હતા. સૌરભ તિવારી એ 13 બોલમાં 21 રન કરીને કમિન્સના હાથે નરેનના બોલ પર આઉટ થયો  હતો. હાર્દીક પંડ્યાએ 18 રન નોંધાવ્યા હતા.

કોલકતા નાઇટ રાઇડર્સની બોંલીંગ

શિવમ માવીએ તેની પ્રથમ ઓવર માં જ મુંબઈના ઓપનર ક્વિન્ટન ડી કોકને પોતાને શિકાર કરી લીધો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માને પણ તેણે ફુલ ટોસ બોલમાં આઉટ કરી લેતા અંતિમ ઓવર દરમ્યાન પણ મુંબઇને નિંયંત્રીત કરવાનો પ્રયાસ કર્યો હતો.. જ્યારે નારાયણ અને રસેલે એક એક વિકેટ ઝડપી હતી. ઈનીંગ્સમાં એક નો બોલ અને નવ વાઇડ બોલ નાખી 12 રન એકસ્ટ્રા આપ્યા હતા.

 

કેકેઆરની બેટીંગ લાઇન

કોલકત્તા નાઇટ રાઇડર્સની બેટીંગ લાઇને જાણે કે રીતસરનો ધબડકો કર્યો હતો. એક મોટા સ્કોરના લક્ષ્યાંકને પહોંચી વળવા સ્વરુપ રમતની અપેક્ષા હતી એવા સમયે જ તેના બેટ્સમેનો એક બાદ એક પેવેલિયનનો રસ્તો માપતા રહ્યા હતા. જેની પર આશા હતીએ શુભમન ગીલ 07 રને, સુનિલ નારાયણ 09 રન, કેપ્ટન કાર્તિક 23 બોલમાં 30 રન, નિતીશ રાણા 18 બોલમાં 24 રન, મોર્ગન 16 રન, કમિન્સ 33 રન કર્યા હતા. આમ એક બાદ આઠ ખેલાડીઓ પેવલીયન પહોંચતા મુંબઇનો 49 રને શાનદાર વિજય થયો હતો.

મુંબઇની બોલીંગ

પેટીંન્સન, બોલ્ટ અને ચહરે શરુઆતી બેટસમેનોની વિકેટ ઝડપી લઇને મુંબઇને મજબુત સ્થિતીમાં લાવવા પ્રયાસ કર્યો હતો. તેમની આ શરુઆત બાદ બુમરાહ અને પોલાર્ડે પણ વિકેટો ઝડપતા મુંબઇનો વિજય પથ આસાન બની ગયો હતો. બોલ્ટ, પૈટીસન્સ, બુમરાહ અને ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે પોલાર્ડે એક વિકેટ ઝડપી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article