ભારતની POKમાં સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ કર્યું વાયુસેનાના પાયલૉટ્સને સૅલ્યુટ, જાણો બીજા રાજનેતાઓએ શું કહ્યું ?

ભારતની POKમાં સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ કર્યું વાયુસેનાના પાયલૉટ્સને સૅલ્યુટ, જાણો બીજા રાજનેતાઓએ શું કહ્યું ?

પુલવામા આતંકી હુમલાના 12મા જ દિવસે ભારતે પીઓકેમાં ઘુસી સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરી નાખી છે. આ વખતે હવાઈ વાર કરવામાં આવ્યો છે.

 

ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ વિવિધ રાજકીય પક્ષોના પ્રત્યાઘાતો આવવાના શરુ થઈ ગયા છે. ટ્વિટર પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ સર્જિકલ સ્ટ્રાઇક અને વાયુસેનાના વખાણ કર્યા છે.

રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇકના અહેવાલો મળતા જ ટ્વીટ કર્યું, ‘હું ભારતીય વાયુસેનાના પાયલૉટોને સલામ કરુ છું.’

કૉંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરી કહ્યું, ‘બાલાકોટ એલઓસીમાં ઘણુ દૂર છે, આ એક મોટી કાર્યવાહી છે અને જો વાયુસેનાએ વગર કોઈ નુકસાને આ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે, તો આ એક અત્યંત સફળ મિશન છે.’

નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, ‘વાહ, જો આ સાચુ છે, તો કલ્પના કોઈ પણ ખંડ દ્વારા એક નાનકડી સ્ટ્રાઇક નથી, પણ અધિકૃત પુષ્ટિની રાહ જોવી જોઇએ.’

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘હું ભારતીય વાયુસેનાના એ પાયલૉટોની બહાદુરીને સલામ કરુ છું કે જેમણે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી આપણને ગૌરવાન્વિત કર્યા છે.’

ભાજપના બળવાખોર નેતા યશવંત સિન્હાએ પણ સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કરતા ટ્વીટ કર્યું, ‘એલઓસી પર આ શાનદાર કાર્યવાહી માટે આપણી બહાદુર વાયુસેનાને શુભેચ્છા.’

કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યુ, ‘ભારતીય વાયુસેનાના જાંબાઝ સૈનિકોના શૌર્ય અને સાહસને મારી સલામ. આતંકી ઠેકાણાઓ પર કરાયેલી આ જબર્દશ્ત કાર્યવાહી માટે સૈનિકોને અભિનંદન, હું અને મારી પાર્ટી રાષ્ટ્રહિત માટે ભરવામાં આવનાર દરેક પગલા પર આપની સાથે છે.’

[yop_poll id=1817]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati