Surat crime news : બારડોલીમાં આધેડ વેપારીએ મિત્રની વિધવા પત્નીની કરી છેડતી, પોલીસ ફરિયાદના 10 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં

|

Jun 30, 2022 | 10:03 AM

બારડોલીમાં (Bardoli) વેપારીએ મિત્રની વિધવા પત્નીની છેડતી કરી હતી. 2017નાં વર્ષથી અત્યાર સુધીનાં સમયગાળા દરરમિયાન વિધવાની(Widow) એકલતાનો લાભ લઇ તેને શારિરીક સબંધ બાંધવાનું જણાવી છેડછાડ (Molesting) કરવામાં આવી હતી.

Surat crime news : બારડોલીમાં આધેડ વેપારીએ મિત્રની વિધવા પત્નીની કરી છેડતી,  પોલીસ ફરિયાદના 10 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં
આરોપી

Follow us on

સુરતના (Surat) બારડોલીમાં (Bardoli) વેપારીએ મિત્રની વિધવા પત્નીની છેડતી કરી હતી. 2017નાં વર્ષથી અત્યાર સુધીનાં સમયગાળા દરરમિયાન વિધવાની(Widow) એકલતાનો લાભ લઇ તેને શારિરીક સબંધ બાંધવાનું જણાવી છેડછાડ (Molesting) કરવામાં આવી હતી. જોકે ફરિયાદ કર્યાના 10 દિવસ બાદ સમગ્ર મામલે બારડોલી પોલીસે IPC કલમ 354 A,તેમજ 506 મુજબ ગુનો નોંધી દત્ત સીટ કવર દુકાન ચલાવતા આધેડની  ધરપકડ કરી હતી.

સુરત જિલ્લાના બારડોલી નગર માં એક લંપટ વેપારી આધેડની કરતુત સામે આવી છે. બારડોલીના ગાંધી રોડ પર પોતાના બે સંતાનો સાથે એક વિધવા મહિલા રહે છે. તેમના પતિનું 17 માર્ચ 2017ના રોજ અવસાન થયુ હતુ. આ વિધવા મહિલાના પતિની મિત્રતા બારડોલીમાં શ્રીદત્ત સીટ કવર નામની દુકાન ધરાવતા કીર્તિભાઇ હરકિશનદાસ ખત્રી નામના વ્યક્તિ સાથે હતી. વિધવા મહિલાના પતિ અને કીર્તિભાઇ હરકિશનદાસ ખત્રી વચ્ચે પારિવારિક સંબંધો હતાં.

વેપારીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો

કીર્તિભાઇ હરકિશનદાસ ખત્રી મહિવાના પતિના ગુજરી ગયા બાદ અવારનવાર તેના ઘરે જતો હતો. આધેડ વેપારીની દાનત સારી નહિ જણાતા મહિલાએ એકવાર તેને ઘરે પરત જતા રહેવા જણાવ્યું હતું. પણ વેપારીએ મહિલાને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાના થોડા દિવસો બાદ ફરી તેમણે વિધવા મહિલાની એકલતાનો લાભ લઈને તેની સાથે છેડતી કરી હતી. આધેડે મહિલાના કપડાં કાઢીને તેની આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આખરે મહિલાએ કંટાળી પોલીસનો સહારો લીધો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બારડોલી પોલીસ માં સમગ્ર મામલો જતા રાજકીય દબાણ શરૂ થયું હતું. કારણ છેડતી કરનાર આધેડ બારડોલીની ખ્યાતનામ દત્ત સીટ કવર દુકાન માલિક કીર્તિ ભાઈ ખત્રી છે. જેથી યેનકેન પ્રકારે 10 દીવસ સુધી માત્ર ફરીયાદ અરજી આધારે જ તપાસ કરવામાં આવી હતી. અને મહિલા મક્કમ રહેતા આખરે બારડોલી પોલીસ એ આધેડ કીર્તિ ખત્રી ની ધરપકડ કરી હતી.

હાલ સમગ્ર મામલે બારડોલી પોલીસ એ મહિલા ફરિયાદ આધારે આધેડ ની ધરપકડ સાથે આઈ પી સી ની કલમ 354 -એ , તેમજ 506 – 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(ઇનપુટ ક્રેડિટ- જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Published On - 10:01 am, Thu, 30 June 22

Next Article