NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે નાગરિકતા સુધારા કાયદો અને NPRને લઈ દાખલ કરેલી નવી અરજીઓને લઈ કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. NPR પર પ્રતિબંધ લગાવવા માટે સોમવારે જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ જનહિતની અરજીમાં તર્ક આપવામાં આવ્યો કે આધારમાં ડેટાની સિક્યુરિટીની ગેરંટી […]

NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 8:59 AM

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે નાગરિકતા સુધારા કાયદો અને NPRને લઈ દાખલ કરેલી નવી અરજીઓને લઈ કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. NPR પર પ્રતિબંધ લગાવવા માટે સોમવારે જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ જનહિતની અરજીમાં તર્ક આપવામાં આવ્યો કે આધારમાં ડેટાની સિક્યુરિટીની ગેરંટી છે પણ નાગરિકતા નિયમ 2003 હેઠળ એકત્રિત કરવામાં આવતી માહિતીના દુરૂપયોગથી કોઈ સુરક્ષાની બાંહેધરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રતિબંધ લગાવવાથી ઈનકાર

ત્યારે સુપ્રીમ કોર્ટે NPR પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો છે અને CAAના અન્ય મામલાની સાથે સાથે તે દલીલોને પણ ટેગ કરી છે, જેની પર પછી સુનાવણી થવાની છે. NPRની અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) માટે જે જાણકારી એકત્ર કરવામાં આવશે, તેનો દુરઉપયોગ થવાથી બચાવવાની કોઈ ગેરંટી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગોપનીયતા પર હુમલો

અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું કે નાગરિકતા નિયમ 2003 હેઠળ એકત્ર કરવામાં આવેલી જાણકારીનો દુરઉપયોગ થવાથી રોકવાની કોઈ પણ પ્રકારની સુરક્ષાની ગેરંટી નથી. આ આધારકાર્ડ કે વસ્તીગણતરી હેઠળ એકત્ર કરવામાં આવેલી જાણકારીથી ભૌતિક રીતે ભિન્ન છે. અરજીકર્તાએ એમ પણ કહ્યું છે કે NPR બનાવવાની અને તેને અપડેટ કરવાની સંપૂર્ણ કવાયત એ ખાનગી નાગરિકોની ગોપનીયતા પર એક મોટો હુમલો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલા CAAની વિરૂદ્ધ 144 અરજીઓ પર એક સાથે સુનાવણી કરી હતી, જ્યારે હાલમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે CAAની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારના આદેશને પસાર કરવાથી ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">