સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે

સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે

મોદી સરકારે મોંઘવારીથી પરેશાન લોકોને મોટી રાહત આપી છે. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 100 રૂપિયા ઘટી ગયો છે. જે ગેસ સિલિન્ડર લોકોને અત્યાર સુધી 737 રૂપિયામાં મળતો હતો. પરંતુ હવે એક ગેસ સિલિન્ડર લોકોને 637 રૂપિયામાં મળશે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 24 લોકોની મોતના સમાચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફાર આવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. ગ્રાહકોને સબસિડીવાળા ગેસ સિલિન્ડર પર પણ ફાયદો મળશે. ભાવ ઘટાડા બાદ હવે 142 રૂપિયા દરેક સિલિન્ડર દીઠ સબસિડી ખાતામાં જમા થશે. એટલે સબસિડીવાળું એક સિલિન્ડર ગ્રાહકોને 494 રૂપિયામાં જ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati