IND vs NZ : 4,0,4,4,6,4 … Shubman Gill ઈન્દોરમાં બનાવ્યો મોટો રેકોર્ડ, 9માં દિવસમાં ત્રીજી સદી ફટકારી

|

Jan 24, 2023 | 3:41 PM

શુભમન ગિલે જ્યારે વિશ્વના સૌથી ફાસ્ટ બોલરોમાંના એક ફર્ગ્યુસનનો પરસેવો છોડ્યા ત્યારે ઈન્દોરનો ચીસો સાંભળવા મળી.

IND vs NZ : 4,0,4,4,6,4 … Shubman Gill  ઈન્દોરમાં બનાવ્યો મોટો રેકોર્ડ, 9માં દિવસમાં ત્રીજી સદી ફટકારી
Shubman Gill ઈન્દોરમાં બનાવ્યો મોટો રેકોર્ડ
Image Credit source: Twitter

Follow us on

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ શુભમન ગિલ માટે સપના સાકાર થવાથી ઓછી નથી. તેણે આ સિરીઝમાં ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. ગિલ કિવી બોલરોને અહેસાસ કરાવતો જોવા મળ્યો હતો કે રોહિત, વિરાટ જ નહીં, તેઓ પણ આવનારા વર્લ્ડ કપમાં મોટો ખતરો હશે. આ વાત વધુ સાચી સાબિત થઈ જ્યારે શુભમન ગીલે લોકી ફર્ગ્યુસન પર નિશાન સાધ્યું. વિશ્વના સૌથી ફાસ્ટ બોલરનો પણ પરસેવો છુટી ગયો હતો.ગિલે 26મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 72 બોલમાં 100 રન પૂરા કર્યા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પ્રથમ 3 ઓવરમાં માત્ર 6 રન અને એક મેડન. ગિલનો કેચ પકડાયો તે પહેલા લોકી ફર્ગ્યુસનની બોલિંગનો આ આંકડો હતો. પરંતુ જ્યારે તે પોતાની ચોથી ઓવરમાં ગીલના નિશાના પર આવ્યો તો જાણે રનનો ઢગલો આપી બેઠો હતો. ફર્ગ્યુસને તેની ચોથી ઓવરમાં 22 રન લૂંટી લીધા હતા.

4,0,4,4,6,4 … ફર્ગ્યુસન ગિલના હાથે કેચ

શુભમન ગિલે ફર્ગ્યુસનની ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જે બાદ બીજો બોલ ડોટ હતો. ગિલે ત્રીજા અને ચોથા બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો. જ્યારે તેણે 5માં બોલ પર સિક્સર અને છઠ્ઠા બોલ પર સિક્સ ફટકારી હતી. આ રીતે ફર્ગ્યુસનની આ ઓવરમાં ગીલે 22 રન બનાવ્યા હતા. ગિલ ફર્ગ્યુસન સાથે આવું ત્યારે કર્યું જ્યારે તેણે આ પહેલા રોહિત શર્માની સામે મેડન ઓવર ફેંકી હતી.

 

 

શુભમન ગિલે એક મોટો રેકોર્ડ બનાવ્યો

ફર્ગ્યુસનને હંફાવીને ગિલે પણ ઈતિહાસ રચ્યો હતો. તેણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો. ગિલ હવે ભારત માટે 3 કે તેથી વધુ વનડેની સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સમયગાળા દરમિયાન શુભમન ગીલે તેનો ફિફ્ટી પ્લસ સ્કોર પણ બનાવ્યો હતો.

ગિલ અને રોહિતની શાનદાર જોડી

ઈન્દોર વનડેમાં ગિલ અને રોહિત વચ્ચે મોટી ભાગીદારી જોવા મળી હતી. બંને બેટ્સમેનોએ ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો હતો અને તેઓ તેમની સદીની નજીક જતા જોવા મળ્યા હતા. આ સાથે, તે ઓછામાં ઓછી 5 ઇનિંગ્સ સાથે ઓપનિંગ જોડીમાં બીજી શ્રેષ્ઠ સરેરાશ જોડી બની.ગિલે 26મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 72 બોલમાં 100 રન પૂરા કર્યા. આ દરમિયાન ગિલે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

Next Article