AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા અલી કે સારા તેંડુલકર, શુભમન ગિલની ગર્લફ્રેન્ડ કોણ છે ? જાણો વાયરલ સમાચારનું સત્ય

Sara Ali Khan And Shubhman Gill: અભિનેત્રી સારા અલી ખાનનું નામ આ દિવસોમાં ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. જો કે, હાલના દિવસોમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ સચિન તેંડુલકરની પુત્રી સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે.

સારા અલી કે સારા તેંડુલકર, શુભમન ગિલની ગર્લફ્રેન્ડ કોણ છે ? જાણો વાયરલ સમાચારનું સત્ય
શુભમન ગિલની ગર્લફ્રેન્ડ કોણ છેImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 11:46 AM
Share

બોલિવૂડમાં અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલનું નામ જોડાઈ રહ્યું છે. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ શુભમન ગિલની મેચ દરમિયાન પણ ફેન્સ સ્ટેડિયમમાં જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે, પરંતુ ચાહકો આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શુભમન સચિનની પુત્રી સારા સાથે સગાઈ કરશે?

તાજેતરમાં જ શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે તેની બેવડી સદી ફટકારી હતી, જેના પછી શુભમન ગિલ ચર્ચામાં છે. શુભમન ગિલે સદી ફટકારતા જ આખા સ્ટેડિયમમાં ચાહકો બૂમો પાડવા લાગ્યા હતા. શુભમન ગિલે પણ ચાહકો તરફ હાથ ઉંચો કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થવા લાગી. આ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, શુભમન ગિલ અને સારા તેંડુલકર સગાઈ કરવાના છે. જો કે આ વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે, પરંતુ તે વાયરલ થઈ રહી છે.

શુભમન સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે?

સારા અલી ખાન અને શુભમન ગિલના ડેટિંગના સમાચાર ગયા વર્ષથી હેડલાઇન્સમાં છે. જ્યારે શુભમન શુભમન ગિલ પ્રીતિ અને નીતિ સિમોઝના લોકપ્રિય પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લા’માં દેખાયો ત્યારે શોની હોસ્ટ સોનમ બાજવાએ તેને પૂછ્યું કે, બોલિવૂડમાં સૌથી ફિટ મહિલા અભિનેત્રી કોણ છે? તેના જવાબમાં શુભમન ગિલે સારા અલી ખાનનું નામ લીધું હતું. જેમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે? શુભમને કહ્યું- કદાચ. આ પછી શુભમન ગિલને સારાનું આખું સત્ય કહેવાનું કહેવામાં આવ્યું, તો ક્રિકેટરે હસતાં હસતાં કહ્યું- સારા દા સારા સચ બોલ દિયા. આ પછી તેમના અફેરના સમાચારો ચર્ચામાં છે.

સારા-શુભમન ઘણી વખત સાથે જોવા મળ્યા છે

સારા અલી ખાન અને શુભમન ગિલ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેએ આ અંગે ક્યારેય હા કે ના કહ્યું નથી. સારા અલી ખાને આ મામલે મૌન સેવ્યું છે, પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં બંને સાથે ફરતા જોવા મળ્યા હતા. સારા અને શુભમન ગિલ દિલ્હીની એક હોટલમાંથી એકસાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યારથી સારા અલી ખાન અને શુભમન ગિલના અફેરના સમાચાર ફેલાઈ ગયા છે.

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">