સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા હલ, ૫૫૨ તળાવો, ૪૯૨ ચેકડેમ અને ૫૦ સિંચાઇ યોજનાઓ છલોછલ

|

Sep 18, 2020 | 6:38 PM

સાબરકાંઠા જીલ્લામાં ચેકડેમ, તળાવ અને નાની સિંચાઈ યોજનામાં પાછોતરા વરસેલા વરસાદના કારણે, ગત વર્ષના પ્રમાણમાં ૧૫ ટકાથી વધુ પાણી ભરાયું છે. જેને લઈને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા ટળી ચુકી છે. ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ સો ટકા વરસાદ વરસતાં જિલ્લામાં પાણીની ચિંતા હવે આવનારા વરસ લગી ટળી ગઇ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરતાં […]

સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા હલ, ૫૫૨ તળાવો, ૪૯૨ ચેકડેમ અને ૫૦ સિંચાઇ યોજનાઓ છલોછલ
http://tv9gujarati.com/sabarkantha-paac…hholachal-bharai/

Follow us on

સાબરકાંઠા જીલ્લામાં ચેકડેમ, તળાવ અને નાની સિંચાઈ યોજનામાં પાછોતરા વરસેલા વરસાદના કારણે, ગત વર્ષના પ્રમાણમાં ૧૫ ટકાથી વધુ પાણી ભરાયું છે. જેને લઈને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા ટળી ચુકી છે. ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ સો ટકા વરસાદ વરસતાં જિલ્લામાં પાણીની ચિંતા હવે આવનારા વરસ લગી ટળી ગઇ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરતાં તળાવો, ચેકડેમ અને નાની સિંચાઇ યોજનાઓમાં ચોમાસાના પાછોતરા વરસાદ દરમ્યાન મબલક પાણીની આવક થઇ છે.

 ઓગસ્ટ માસ દરમિયાન 94.83 અબજ લિટર પાણીનો સંગ્રહ થતાં ભૂગર્ભ જળ ઉંચા આવશે તેમ સિંચાઇ વિભાગનુ માનવુ છે. ગત ઓગસ્ટ માસ દરમિયાન  જ મોસમનો 76 ટકાથી વધુ વરસાદ વરસતાં પાણીની આવકને લઇને રાહત સર્જાઇ હતી. વરસાદી પાણીની આવકને લઇને કુદરતી જળસંગ્રહ કરતા તળાવો ઉપરાંત ચેકડેમ અને નાની સિંચાઈ યોજનાઓમાં પણ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

હિંમતનગરના કાંકણોલ ગામના અગ્રણી ખેડુત જગદીશભાઈ પટેલ અને ધીરુભાઇ પટેલ વાત કરતા કહે છે કે, આગામી દીવસોમાં હવે ભુગર્ભ જળ ઉંચા આવવાને લઇને હવે રાહત સર્જાશે, આમ સિંચાઇ માં આગામી વરસ માટે રાહત સર્જાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
જીલ્લાના ૫૫૨  જેટલા તળાવ અને ૪૯૨ ચેકડેમ તેમજ  ૫૦ જેટલી નાની મોટી સિંચાઇ યોજનાઓમાં ૯૪.૮૩ અબજ લિટર પાણીની આવક થઇ છે. જેને લઈને ભૂગર્ભ જળ ઊંચા આવવાની અને પાણીની સમસ્યાના તોળાતા સંકટનો અંત આવ્યો છે.  જિલ્લાની ૫૦ નાની સિંચાઇ યોજનાઓની કુલ ૨૮.૫૫ એમસીએમની કેપેસીટી સામે ૨૩.૨૬૬ એમસીએમ પાણીની આવક થતાં ૮૧.૪૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

તેવી જ રીતે ચેકડેમ છલોછલ ભરાતા ૧૬.૦૧ એમસીએમ પાણીની આવક થઇ છે. તેમજ સૌથી મહત્વના જળસ્ત્રોત ૫૨૨ જેટલા તળાવોમાં ૫૭.૪૫ એમસીએમની કુલ સંગ્રહ શક્તિ સામે ૫૫.૬૨  એમસીએમ પાણીનો એટલે કે ૯૬.૮૧ ટકા સંગ્રહ થયો છે. આમ ત્રણેય યોજનાઓમાં એકંદરે ૯૪.૮૩ અબજ લિટર પાણી આવક થઇ  છે, એમ જિલ્લા પંચાયતના સિંચાઇના કાર્યપાલક ઇજનેર જેજે પટેલે કહ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:32 pm, Sat, 12 September 20

Next Article