સાબરકાંઠાઃ બંગડીના કાચના ટુકડા દ્વારા હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ સાથે આડા સંબંધના વહેમે એક મહીલાએ બીજી મહીલાની કરી હતી હત્યા

|

Oct 14, 2020 | 7:26 AM

સાબરાકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાંતી અઢારેક દીવસ અગાઉ મહીલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. અજાણી મહીલાની લાશને લઇને તલોદ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. જોકે આ દરમ્યાનન પોસ્ટ મોર્ટમ રીપોર્ટ સામે આવતા જ મોતનુ કારણ હત્યા હોવાનુ સામે આવ્યુ હતુ. તલોદ પોલીસે હત્યાની તપાસ હાથ ધરી હતી. […]

સાબરકાંઠાઃ બંગડીના કાચના ટુકડા દ્વારા હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ સાથે આડા સંબંધના વહેમે એક મહીલાએ બીજી મહીલાની કરી હતી હત્યા

Follow us on

સાબરાકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાંતી અઢારેક દીવસ અગાઉ મહીલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. અજાણી મહીલાની લાશને લઇને તલોદ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. જોકે આ દરમ્યાનન પોસ્ટ મોર્ટમ રીપોર્ટ સામે આવતા જ મોતનુ કારણ હત્યા હોવાનુ સામે આવ્યુ હતુ. તલોદ પોલીસે હત્યાની તપાસ હાથ ધરી હતી. જોકે આ દરમ્યાન ગાંધીનગર રેન્જ આઇજી દ્રારા હત્યાનો ભેદ ઉકેલવા માટે એસઓજી ટીમને તપાસ સોંપી હતી. આઇજીના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસને હત્યાનો ભેદ મહીલાની લાશની નજીક પડેલી તુટેલી બંગડીના કાચ પર થી કડીના આધારે ઉકેલાયો હતો.

કહે છે ને કે જો મન હોય તો પોલીસ પાતાળમાંથી પણ આરોપીને દબોચી લે છે. બસ આવુ જ મન સાબરકાંઠા જીલ્લાની એસઓજી અને એલસીબી પોલીસ આઇજીપી ની દેખરેખ હેઠળ બનાવી બેઠી છે. સાબરકાંઠા ની આ બંને ટીમોમાંના અધીકારીઓ એક પછી એક ગુન્હાઓ ઉકેલવા લાગ્યા છે. સાબરકાંઠા એસઓજી પીઆઇ યોગેન્દ્રસિંહ રાઠોડે તલોદની મહીલાની હત્યાનો ભેદ ઉકેલવા માટે જાણે કે ચેલેન્જ સ્વરુુપ તપાસ હાથ ધરી હતી. આઇજીપી ચુડાસ્માના માર્ગદર્શન હેઠળની આ તપાસમાં પહેલે થી પોલીસને હત્યાના ભેદ સુધી પહોંચવા માટે અનેક અવઢવ સર્જાયેલી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ આ દરમ્યાન હત્યાના સ્થળની વારંવારની મલુકાત અને સ્થળના અભ્યાસ કરીને જ કડી મેળવવા માટે નો સતત પ્રયાસ પીઆઇ રાઠોડે શરુ કર્યો હતો. આ દરમ્યાન એક કાચની તુટેલી બંગડીનો ટુકડો પણ તેમને મળી આવ્યો હતો. શરુઆતમાં તો આ ટુકડો જ આખો ભેદ ઉકેલી આપશે તેવી કલ્પના નહોતી, પરંતુ આ ટુકડાએ જ એસઓજીની ટીમની જાણે કે તપાસનો માર્ગ ખોલી નાંખ્યો હતો. પોલીસે મહીલા અને તેની સાથેના સંબંધ અને અણબન તમામ પાસાઓને ચકાસવા ની શરુઆત કરી દીધી હતી. આ દરમ્યાન મૃતક મહીલાના પાડોશમાં જ રહેતી મહીલાની પાસે પણ આ જ પ્રકારની ડીઝાઇન ધરાવતી બંગડી હોવાનુ નજરે ચઢી હતી. એસઓજી ને આ જોઇને મહીલા પર શઁકા જતા તેની પુછપરછ હાથ ધરી હતી અને જેમાં મહીલાએ જ ભાંગી પડીને હત્યાનો ભેદ ઉકેલતી કેફીયત રજુ કરી હતી.

સ્પેશિયલ ઓપરેશન ગૃુપના ઇન્સપેકટર યોગેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, પાડોશમાં રહેતી ઉર્મીલા પગીએ પોતાના પતિ ને મૃતક સાથે પ્રેમ સંબંધ હોવાનો પોતાને વહેમ હતો. મૃતક મહીલા પણ ઉર્મીલાને આ અંગે શંકા વધુ ઉપજાવે તેવા શબ્દો બોલતી અને બંને ઝઘડા કરતી હતી. આખરે લાગી આવતા ગત 24 મી સપ્ટેમ્બરે ટીંબા ગામ તરફ લાકડા વિણવા મૃતક મહીલા ગઇ હતી, એ દરમ્યાન ત્યા ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમ્યાન ઉર્મીલાએ મરનાર કાન્તાબેનના માથાના ભઆગે કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ઘા વાઘવા થી કાન્તાબેન પગીનુ મોત થયેલ અને બાદમાં હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠા જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપે પણ હવે રેન્જ આઇજી અભય ચુડાસમા ના સીધા માર્ગદર્શન હેઠળ હવે કાર્યવંત બની છે. જીલ્લાં છેલ્લામાં કેટલાક સમય થી હવે એલસીબી અને એસઓજી દ્રારા ગુન્હા શોધક કામગીરીના દેખાવ પ્રભાવક બની રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article