અત્યંત ગુણકારી બદામ અને બદામ તેલના આ 15 ફાયદા જરૂર વાંચો
સૂકોમેવો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.પણ સૂકામેવામાં સૌથી વધારે ઉપયોગ બદામનો થાય છે. જેના ઘણા ફાયદા હોય છે.આવો જાણીએ તેના મુખ્ય 15 ફાયદા. 1).તે બૌદ્ધિક ઉર્જા અને યાદશક્તિ વધારે છે અને દીર્ઘાયુ બનાવે છે. 2).મીઠા બદામના તેલથી માંસપેશીના દર્દ જેવી તકલીફથી તત્કાલ આરામ મળે છે. 3).બદામના તેલનો પ્રયોગ ત્વચામાં નિખાર લાવે છે અને બેજાન […]
સૂકોમેવો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.પણ સૂકામેવામાં સૌથી વધારે ઉપયોગ બદામનો થાય છે. જેના ઘણા ફાયદા હોય છે.આવો જાણીએ તેના મુખ્ય 15 ફાયદા.
1).તે બૌદ્ધિક ઉર્જા અને યાદશક્તિ વધારે છે અને દીર્ઘાયુ બનાવે છે. 2).મીઠા બદામના તેલથી માંસપેશીના દર્દ જેવી તકલીફથી તત્કાલ આરામ મળે છે. 3).બદામના તેલનો પ્રયોગ ત્વચામાં નિખાર લાવે છે અને બેજાન ત્વચાની રોનક આપે છે.
4).ત્વચાની ગુમાવેલી નરમાશ પાછી લાવવામાં પણ બદામનું તેલ સર્વોત્તમ ગણાય છે. 5).શુદ્ધ બદામનું તેલ તણાવને દૂર કરે છે.દ્રષ્ટી મજબૂત કરે છે અને સ્નાયુઓને દર્દમાં પણ રાહત આપે છે.
6).વિટામીન ડીથી ભરપુર બદામનું તેલ પણ બાળકોને હાડકાના વિકાસ માટે પણ યોગદાન આપે છે. 7).બદામના તેલથી ખોડો દૂર થાય છે અને વાળ ની સાફ સફાઈ માટે પણ તે કારગર છે.તેમાં રહેલા વિટામિન અને ખનીજ પદાર્થ વાળને વધારે ચમકદાર અને ભરાવદાર બનાવે છે. 8).બદામના મૂળ રૂપમાં પ્રોટીનનું 1.5 ટકા અને તેલનું 41% નું મિશ્રણ છે.
9). બદામનું ઈચ્છો તે રૂપમાં સેવન કરી શકો છો. એ નક્કી છે કે તેમાં રહેલા ચિકિતસિય ગુણોનો લાભ વ્યક્તિને મળે છે. 10).બદામના તેલથી કબજિયાત દૂર થાય છે અને તે શરીરને તાકાતવાન બનાવે છે. 11).પુરા પરિવાર માટે આદર્શ બદામ તેલ સેવનથી ફૂડ એડિટીવ તરીકે કરી શકાય છે. 12).તે પેટની તકલીફોને દૂર કરવાની સાથે આંતરડાના કેન્સર માટે પણ ઉપચારકારક છે. 13). બદામ તેલના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું એટલે કે હૃદયના આરોગ્ય માટે તે સારું છે. 14). બદામ મગજની સ્નાયુ પ્રણાલી માટે પોષક તત્વ છે. 15).તે દિલ-દિમાગ શરીર ત્રણેય માટે ગુણકારી છે.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
આ પણ વાંચોઃ મસલ્સ પેઇન થાય ત્યારે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો