AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ઉપલેટાના ડુમિયાણી ટોલ ટેક્સમાં કરવામાં આવેલા ભાવ વધારા અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને અગ્રણી વેપારીઓની યોજાઈ બેઠક

ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર ભાવ વધારો કરી અને સ્થાનિકોને પણ રાહત નહીં આપતા હોવાની બાબત સામે આવતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ (Mahendra padaliya) પણ વેપારીઓ અને અગ્રણીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી અને સ્થાનિકોની  ભાવમાં રાહત કરવા અંગેની માંગની નોંધ પણ લીધી હતી.

Rajkot: ઉપલેટાના ડુમિયાણી ટોલ ટેક્સમાં કરવામાં આવેલા ભાવ વધારા અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને અગ્રણી વેપારીઓની યોજાઈ બેઠક
Dumiyani toll plaza
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 11:32 AM
Share

રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ડુમિયાણી ટોલનાકા પર ટોલ ટેક્સ પર ટોલ ભરવા અંગે બબાલ  થઈ  હતી.  નોંધનીય છે  કે  રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝામાં છેલ્લા બે દિવસથી ભાવ વધારો આવ્યો હોવાનું સામે આવતા ઉપલેટા ધોરાજી વિસ્તારના આગેવાનો વેપારીઓ અગ્રણીઓ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભાવ ઘટાડવાની માંગ કરાઇ હતી. ઉપલેટાના ડુમિાણી

ટોલનાકા ઉપર ટોલ ટેક્સ ભરવા બાબતે બબાલ

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા છેલ્લા બે દિવસથી ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું.  ત્યારે ટોલ પ્લાઝામાં થયેલા ભાવ વધારાને લઈને ભાવ ઘટાડવા અને સ્થાનિક વાહનોને રાહત તેમજ ઓછો ટોલ ચૂકવવા માટેની માંગણીઓ અને રજૂઆતો અંગેની બેઠક ટોલ પ્લાઝા ખાતે યોજવામાં આવી હતી જેમાં આ બેઠકની અંદર ટોલ પ્લાઝાના કર્મચારીઓ તેમજ સંચાલકો અને ઉપલેટા તેમજ ધોરાજી વિસ્તારના આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં સ્થાનિકોને રાહત આપવા અને ભાવ ઘટાડા અંગેની માંગ અને રજૂઆત કરવામાં આવી હતી.

ઉપલેટા ના ડુમિયાણી ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે કે હાલમાં જ ટોલનાકા પર જે નવું મેનેજમેન્ટ આવ્યું તે લોકો દ્વારા વાહન ચાલકોને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે અને લોકલ વાહનચાલકો પાસે પણ બમણો ટોલ ટેક્સ વસુલી અને ટોલનાકા સંચાલકો એમની મનમાની ચલાવી રહ્યા છે જેને જોતા વાહનચાલકોમાં રોષ છે બેફામ બનેલા ટોલનાકાના સંચાલકો દ્વારા ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકો સાથે અભદ્ર વર્તન કરવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે ઉપલેટા ના ડુમિયાણી ના સ્થાનિકો નું કહેવું છે કે અહીંયા લોકલ વાહન ચાલકો માટે માસિક પાસ ની સુવિધા છે જે રાબેતા મુજબ ચાલુ છે અહીંયા કોઈ પણ વાહન ચાલકને હેરાન કરવામાં આવતા નથી. ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર ભાવ વધારો કરી અને સ્થાનિકોને પણ રાહત નહીં આપતા હોવાની બાબત સામે આવતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ પણ વેપારીઓ અને અગ્રણીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી અને સ્થાનિકોની  ભાવમાં રાહત કરવા અંગેની માંગની નોંધ પણ લીધી હતી.  આ સાથે જ તમામ લોકોએ જણાવ્યું હતું કે આગામી દિવસોની અંદર આ ટોલ પ્લાઝા પર ભાવ વધારો પાછો નહીં ખેંચાય અને સ્થાનિક વાહનોને અને સ્થાનિક રાહદારીઓને રાહત ભાવ કે ઓછી કિંમત વસૂલવામાં નહીં આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર અગાઉ દાદાગીરીથી અને ગેરકાયદેસર રીતે વાહનો કાઢી અને ટોલ ન ચૂકવી સરકારી તિજોરીને અને સરકારી આવકને નુકસાની કરવામાં આવતી હતી. જે બંધ કરવામાં આવી છે અને નિયમ અનુસાર ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનું ટોલ સંચાલકએ જણાવ્યું હતું.

વિથ ઇનપુટ, હુસૈન કુરેશી, ધોરાજી ઉપલેટા ટીવી9

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">