આ શું થઈ રહ્યું છે કોંગ્રેસના રાજમાં! મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટમાં આપી, ફોટો પડાવ્યા અને…

આ શું થઈ રહ્યું છે કોંગ્રેસના રાજમાં! મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટમાં આપી, ફોટો પડાવ્યા અને...

પંજાબ સરકાર દ્વારા મોહાલીની સરકારી કોલેજમાં ફેઝ-6 મુજબ આયોજીત ગણતંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્યાં વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરાયું હતું અને બાદમાં પાછી લઈ લેવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ નારાજ થઈને ઘરે પરત ફરી હતી.

મોહાલીની સરકારી કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરુપે એક કાર્યક્રમનું આયોજન પંજાબ સરકાર દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથી કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ 100 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. આ વિતરણના સમયે દરેક વિદ્યાર્થી સાથે ફોટો પણ લેવામાં આવ્યાં હતાં. જ્યારે કાર્યક્રમ પુરો થયો ત્યારે આ સાયકલને પાછી ટ્રકમાં ચડાવીને લઈ જવામાં આવી હતી.

જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે પુછ્યું કે માત્ર ફોટાં પાડીને સાયકલ પાછી શા માટે લઈ જવામાં આવે છે ત્યારે હાજર રહેલાં વિદ્યાર્થીઓને એવો ઉત્તર મળ્યો કે સાઈકલ ખરાબ છે અને તેને પાછી રિપેર કરાવવી પડશે. આવું કારણ આપીને લાવવામાં આવેલી 100 જેટલી સાઈકલને ફરી ટ્રકમાં ચડાવી દેવામાં આવી હતી. આમ માત્ર ફોટા પાડીને સાઈકલ જવાની ઘટનાથી લોકોમાં રોશની લાગણી જોવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીનીઓ નારાજ થઈને પોતાના ઘરે પરત ફરી હતી.

આ પણ વાંચો : અમેરિકાના એક મંદિરમાં ફરીથી તોડવામાં આવી મૂર્તિઓ, ભારતીયો માટે લાલ રંગથી લખી દેવાયું ‘GET OUT’

બાદમાં વધુ મામલો ફેલાતાં અધિકારીઓ એવો જવાબ આપ્યો હતો કે સાયકલ સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવી છે તેને પરત લઈ જવામાં આવી નથી. તેમાં એક વિચિત્ર જવાબ એ હતો કે કેટલીક વિદ્યાર્થીનીઓને સાયકલ ચલાવતા આવડતી નથી તેના કારણે સાઈકલને ટ્રકમાં નાંખીને સ્કૂલે લઈ જવામાં આવી રહી છે.

[yop_poll id=”950″]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati