પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ કરાવતા આ સુંદર દેશોની વિઝા વગર પણ યાત્રા કરી શકાય છે, જાણો કેવી રીતે

|

Oct 10, 2020 | 6:08 PM

સરકાર તરફથી પર્યટકો માટે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે.  દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં ભારતીય પાસપોર્ટ ઉપર વિઝા વગર યાત્રા કરી શકાય છે.  એક-બે નહીં પણ 43 દેશ એવા છે જે ભારતીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. જ્યારે 36 એવા દેશ જે ભારતીય પાસપોર્ટ રાખનારાને ઈ-વિઝાની સુવિધા આપે છે.  હાલ કોરોના વાયરસના […]

પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ કરાવતા આ સુંદર દેશોની વિઝા વગર પણ યાત્રા કરી શકાય છે, જાણો કેવી રીતે

Follow us on

સરકાર તરફથી પર્યટકો માટે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે.  દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં ભારતીય પાસપોર્ટ ઉપર વિઝા વગર યાત્રા કરી શકાય છે.  એક-બે નહીં પણ 43 દેશ એવા છે જે ભારતીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. જ્યારે 36 એવા દેશ જે ભારતીય પાસપોર્ટ રાખનારાને ઈ-વિઝાની સુવિધા આપે છે.  હાલ કોરોના વાયરસના કારણથી ઘણા દેશોએ યાત્રા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે પરંતુ આ પ્રતિબંધ હટયા પછી વગર વિઝાએ વિદેશયાત્રાનો આનંદનો ચોક્કસ લેવો જોઈએ. ધરતી ઉપર સ્વર્ગની અનુભૂતિ કરાવતા આ દેશ અને તેની ખાસિયતથી અમે આપને વાકેફ  કરવા જઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

માલદીવ 

માલદીવ હિંદ મહાસાગરમાં ટાપુઓથી બનેલો એક રાષ્ટ્ર છે, જે વિષુવવૃત્તની આજુબાજુ ફેલાયેલું છે. દેશમાં 1,192 ટાપુઓનો સમાવેશ છે.
મોરિશિયસ

મોરિશિયસ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા વિના પ્રવેશ આપે છે અને 90 દિવસ માટે માન્ય છે. હિંદ મહાસાગરના ટાપુ ઉપર વસેલ મોરિશિયસ તેના દરિયાકિનારા અને ખડકો માટે જાણીતું છે. નેશનલ પાર્ક , વોટર પાર્ક અને બોટનિકલ ગાર્ડન અહીંના મુખ્ય આકર્ષણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

ભુતાન 

ભારતનો પડોશી દેશ ભુતાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. ભારતીયોને ભૂતાનની મુલાકાત લેવા વિઝાની જરૂર હોતી નથી. પાસપોર્ટ અથવા કોઈપણ અન્ય માન્ય ID પર્યાપ્ત છે.

 બારબાડોસ 

બારબાડોસ એ પ્રકૃતિના ખોળામાં એક સુંદર દેશ છે. અહીં ભારતીયોને વિઝા વગર ફરવાની સુવિધા છે.ઉત્તર અમેરિકાના કેરેબિયન ક્ષેત્રમાં બાર્બાડોસ એક ટાપુ દેશ છે. તેની લંબાઈ 34 કિલોમીટર  છે.

 ડોમિનિકા 

ડોમિનિકા એ વિશ્વનો સૌથી સુંદર દેશ પણ છે. આ દેશ કેરેબિયન સમુદ્રમાં સ્થિત છે. ડોમિનીકા એ એક પર્વતીય કેરેબિયન ટાપુ રાષ્ટ્ર છે, જે કુદરતી ગરમ ઝરણા અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ધરાવે છે.  આ ઉપરાંત સર્બિયા, ગ્રેનેડા અને હૈતી સહિતના પૃથ્વી ઉપર સ્વર્ગનો અહેસાસ કરાવતા પ્રવાસન સ્થળો છે. જ્યાં ફરવા જવા માટે ફક્ત પાસપોર્ટ અને ફ્લાઈટ ટિકિટની જરૂર પડશે. કુદરતી સૌબદારયા અને પ્રાચીન સંસ્કૃતિઓની ઝાંખી કરાવતા આ દેશની મુલાકાત લેવાનું કોરોનાની વિદાય બાદ જરૂર પ્લાન કરી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article