2020 વર્ષની સમાપ્તિ પહેલા સોનૂ સૂદના નામે ખાસ બિરુદ ,હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો મળ્યો એવોર્ડ

એકટર સોનૂ સૂદે કોરોના કાળમાં ઘણા બધા લોકોની મદદ કરીને એક અલગ ઓળખ લોકોમાં બનાવી દીધી. ત્યાર બાદ તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા અને હવે લોકો અને તેમના ફેન્સ તેમને મસીહાના રૂપમાં જોવે છે. હવે વર્ષના અંતમાં સોનૂ સૂદને વધુ એક એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમની મદદ સાથે નથી જોડાયેલો પણ એકટરની લોકપ્રિયતા વધારવા […]

TV9 Gujarati

|

Dec 18, 2020 | 3:22 PM

એકટર સોનૂ સૂદે કોરોના કાળમાં ઘણા બધા લોકોની મદદ કરીને એક અલગ ઓળખ લોકોમાં બનાવી દીધી. ત્યાર બાદ તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા અને હવે લોકો અને તેમના ફેન્સ તેમને મસીહાના રૂપમાં જોવે છે.

હવે વર્ષના અંતમાં સોનૂ સૂદને વધુ એક એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમની મદદ સાથે નથી જોડાયેલો પણ એકટરની લોકપ્રિયતા વધારવા વાળો છે. ત્યારે સોનૂ સૂદને વર્ષ 2020ના હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ મળ્યો છે. પેટા તરફથી આ એવોર્ડ મળતા સોનૂ ખૂબ ખુશ નજર આવ્યા. અને સોશિયલ મીડિયા પર તેમને તેમની ખુશી વ્યકત કરી

સોનૂએ આ ખાસ ટ્રોફી શેર કરીને લખ્યુ છે કે “તમારો ખૂબ ખૂબ આભાર”. સોનૂની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે.અને તેમના ફેન્સ પણ વખાણ કરતા નથી થાકી રહ્યા.

કોરોના કાળે સોનૂની ઈમેજ પૂરી રીતે બદલી નાખી છે. પણ આની અસર તેમના ફિલ્મી કરીયર પર પડી છે. અને હવે એક રિર્પોટ મુજબ સોનૂ કોઈ પણ ફિલ્મમાં વિલનનો રોલ પ્લે નહિ કરે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati