Ahmedabad : શહેરમાં ફરી એકવાર વેજલપુરમાંથી ઝડપાયુ MD ડ્રગ્સ, પોલીસે એક શખ્સની કરી અટકાયત

Ahmedabad : શહેરમાં ફરી એકવાર વેજલપુરમાંથી ઝડપાયુ MD ડ્રગ્સ, પોલીસે એક શખ્સની કરી અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 1:21 PM

ફિરોઝ પઠાણ નામના આરોપીએ કબૂલાત કરી છે કે તે છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ લાવ્યો હતો. હાલ પોલીસે મુખ્ય સુત્રધાર આરોપી નઈમ ફરારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હજી યથાવત છે. ફરી એકવાર વેજલપુર વિસ્તાર પાસેથી 2.26 લાખનું MD ડ્રગ્સ ઝડપાયુ છે. ડ્રગ્સના મુદ્દામાલ સાથે પોલીસે હાલ એક શખ્સની અટકાયત કરી છે. ફિરોઝ પઠાણ નામના આરોપીએ કબૂલાત કરી છે કે તે છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ લાવ્યો હતો. હાલ પોલીસે મુખ્ય સુત્રધાર આરોપી નઈમ ફરારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ડ્રગ્સની હેરાફેરીમાં મુંબઈ ક્નેક્શન સામે આવી રહ્યુ છે.

શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત

થોડા દિવસ પહેલા શહેરના રામોલ વિસ્તારના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ હતુ. બે પેડલરો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હતા. SOG એ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. એસઓજીએ ઝડપેલા બંને આરોપીઓ ડ્રગ પેડલર છે. જે મુંબઇની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ડબલથી વધુ ભાવે લોકોને વેચાણ કરતા હતા. આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણ મુળ રીક્ષા ચલાવવાનું કામ કરે છે પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવીંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેઓએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતુ.

 

g clip-path="url(#clip0_868_265)">