Ghaziabad Crime viral video : ગાઝિયાબાદમાં ગુંડાગીરીનો Video થયો વાઈરલ, યુવાનોએ ગળામાં બંદૂકોના હાર પહેરીને બનાવી રીલ !

|

Feb 06, 2023 | 7:32 AM

Ghaziabad Crime viral video : ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ કોતવાલી વિસ્તારમાં એલિવેટેડ રોડ પર તોફાનીઓનો ગાઝિયાબાદ ક્રાઈમ વીડિયો રવિવારે ઈન્ટરનેટ મીડિયા પર સર્ક્યુલેટ થયો હતો. તેને ધ્યાનમાં લઈને પોલીસે રિપોર્ટ દાખલ કર્યો હતો. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Ghaziabad Crime viral video : ગાઝિયાબાદમાં ગુંડાગીરીનો Video થયો વાઈરલ, યુવાનોએ ગળામાં બંદૂકોના હાર પહેરીને બનાવી રીલ !
Ghaziabad Crime

Follow us on

Ghaziabad Crime viral video : આજકાલ લોકો ફેમસ થવા માટે રિલ્સની દુનિયામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિનીટોમાં હજારો રિલ્સ અપલોડ થતી હોય છે. હમણા થોડાં દિવસ પહેલાં જ એક ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બાઈક પર રોમાન્સ કરતાં જોવા મળ્યા હતા, પરંતુ પોલીસે વીડિયોને આધારે તેની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચાલતી ફોરવ્હીલમાં પણ એક કપલ રોમાન્સ કરતાં જોવા મળ્યા હતા. જો કાયદા વિરુદ્ધ જઈને આવી રીતે લોકો રિલ્સ બનાવે તો પોલીસને ધરપકડ કરવાની ફરજ પડે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ગાઝિયાબાદનો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Viral Video : કરીના કપૂરની હમશક્લએ કર્યો નગાડા-નાગાડા પર ડાન્સ, વીડિયો જોઈને નવી બેબોથી ફેન્સ થયા ઈમ્પ્રેસ

જાણો સમગ્ર મામલો

રવિવારે ઈન્ટરનેટ મીડિયા પર 44 સેકન્ડનો એક વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થયો હતો. આ વીડિયો ઈન્દિરાપુરમ કોતવાલી વિસ્તારના એલિવેટેડ રોડનો છે. એલિવેટેડ રોડ પર ફોર્ચ્યુનર પાર્ક કરેલી જોવા મળે છે. ગીત મોટેથી વાગી રહ્યું છે. ચાર-પાંચ યુવાનો એલિવેટેડ રોડ પર પાર્ટીના મુડમાં છે. હથિયારો લહેરાવી રહ્યા છે. તેઓ તેમના ગળામાં હથિયારો લટકાવીને નાચતા જોવા મળે છે. રસ્તા પર સંપૂર્ણ અરાજકતા ફેલાવી દીધી છે. તેમાંથી એક યુવક બધાનો વીડિયો બનાવી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ વાયરલ વીડિયો

પોલીસે લીધી નોંધ

આ વીડિયો પોલીસે ધ્યાને લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, ફોર્ચ્યુનર ચિરંજીવ વિહારના રાજા ચૌધરીની છે. પોલીસે ઈન્દિરાપુરમ કોતવાલી ખાતે કેસ નોંધ્યો. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઈન્દિરાપુરમના મદદનીશ પોલીસ કમિશનર સ્વતંત્ર કુમાર સિંહે કહ્યું કે, ગુંડાગીરી કરવા વાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(નોંધ – અહીં મુકવામાં આવેલો આ વીડિયો માત્ર તમારી માહિતી માટે છે. TV 9 Gujarati આ વીડિયોને કોઈ પ્રોત્સાહન નથી આપતું.)

Next Article