નાડાએ આરટીપીમાં સામેલ ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલના સેમ્પલ મેળવ્યા, સ્થળની જાણકાર નહી દર્શાવતા નોટીસ ફટકારાઈ

|

Nov 05, 2020 | 8:14 AM

નાડાએ પોતાના રજીસ્ટર ટેસ્ટીંગ પુલ એટલે કે આરટીપીમાં સામેલ ક્રિકેટરોના પ્રથમ વાર ડોપ સેંપલ મેળવ્યા છે. કેટલાક મહિના પહેલા આ ક્રિકેટરોએ નાડાને ડોપ સેમ્પલીંગ  માટે પોતાની ઉપસ્થિતીના સ્થળની જાણકારી નહી આપવાને લઇને નોટીસ જારી કરવામા આવી હતી. નાડાએ આરટીપીમાં સામેલ ક્રિકેટરો રવિન્દ્રસિંહ જાડેજા અને કેએલ રાહુલના સેમ્પલ આઇપીએલ દરમ્યાન મળવ્યા છે. નાડાએ આરટીપીમાં રવિન્દ્ર જાડેજા, […]

નાડાએ આરટીપીમાં સામેલ ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલના સેમ્પલ મેળવ્યા, સ્થળની જાણકાર નહી દર્શાવતા નોટીસ ફટકારાઈ

Follow us on

નાડાએ પોતાના રજીસ્ટર ટેસ્ટીંગ પુલ એટલે કે આરટીપીમાં સામેલ ક્રિકેટરોના પ્રથમ વાર ડોપ સેંપલ મેળવ્યા છે. કેટલાક મહિના પહેલા આ ક્રિકેટરોએ નાડાને ડોપ સેમ્પલીંગ  માટે પોતાની ઉપસ્થિતીના સ્થળની જાણકારી નહી આપવાને લઇને નોટીસ જારી કરવામા આવી હતી. નાડાએ આરટીપીમાં સામેલ ક્રિકેટરો રવિન્દ્રસિંહ જાડેજા અને કેએલ રાહુલના સેમ્પલ આઇપીએલ દરમ્યાન મળવ્યા છે.

નાડાએ આરટીપીમાં રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ ઉપરાંત ચેતશ્વર પુજારા તેમજ બે મહિલા ક્રિકેટરો સ્મૃતી મંધાના અને દિપ્તિ શર્માને સામેલ કર્યા છે. તેમને આરટીપીમાં સામેલ કર્યાને એક વર્ષ થી પણ વધુ સમય થઇ ચુક્યો છે. જોકે નાડા દ્રારા તેમના સેમ્પલ લઇ શક્યા નહોતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 તે માટેનુ કારણ પણ એમ માનવામાં આવે છે કે, ક્રિકેટરો તરફ થી તેમનુ ઉપસ્થિતીના સ્થળ અંગેની જાણકારી નાડાને આપવામાં આવતી નહોતી. જેને લઇને નાડાએ ગત જુન માસમાં આ ક્રિકેટરો સહીત 41 ખેલાડીઓ સામે એપ્રિલ થી જુન સુધીના હાજર સ્થળ,એટલે કે વ્હેર અબાઉટ નહી દર્શાવવા બદલ નોટીસ જારી કરવામાં આવી હતી.

વર્ષમાં ત્રણ વાર આ પ્રકારની નોટીસ જારી થવા પર ખેલાડીને મીસ ટેસ્ટ માનવામાં આવે છે. આના માટે તેને એક વર્ષ સુધી પ્રતિબંધ પણ ભોગવવો પડી શકે છે. સેમ્પલ થાય કે ના થાય પરંતુ પ્રત્યેક ચાર માસ માટે ખેલાડીઓએ પોતાનુ વ્હેર અબાઉટ દર્શાવવુ પડે છે. વર્ષ ભર આ ક્રિકેટરોના સેમ્પલ નહી થવાને લઇને આઇપીએલમાં આ ખેલાડીઓના સેમ્પલ મેળવવાનો મોકો મળી ગયો હતો. તેમણે આઇપીએલ સેમ્પલીંગ થી અલગ આ બંને ક્રિકેટરોના આરટીપી મુજબ સેમ્પલ મેળવ્યા હતા. આટલુ જ નહી નાડાએ ટી-20 દરમ્યાન આઇસીસી ની આંતરરાષ્ટ્રીય આરટીપીમાં સામેલ ક્રિકેટરોના સેંપલ પણ મેળવ્યા છે. આ ક્રિકેટરોમાં દેશ અને વિદેશના ક્રિકેટરો પણ સામેલ છે. આઇસીસી એ નાડાને આ માટે પરમિશન આપી હતી, ત્યાર બાદ નાડાએ આઇસીસી માટે આરટીપીમાં સામેલ ક્રિકેટરોના સેમ્પલ મેળવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:13 am, Thu, 5 November 20

Next Article