AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ દેવી દેવતા,પૈગબંર મોહમ્મદને લઈ એક મુસ્લિમ છોકરીની ટ્વિટર પર થઈ એક ભારતીય છોકરા સાથે મગજમારી, સાઉદી અરેબિયાએ તે છોકરાને 10 વર્ષ માટે જેલમાં નાખ્યો

સાઉદી અરબમાં કામ કરવા માટે ગયેલ એક ભારતીય યુવકને 10 વર્ષ જેલની સજા આપવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેને સોશ્યિલ મીડિયા પર પૈગંબર મોહમ્મદને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સજા ભોગવવાવાળો યુવક કેરલના અલપ્પુઝાનો છે. આ મામલો જુન 2018નો છે. હવે આ યુવકના પિતાએ ભારત સરકાર અને શશિ થરૂરને આ કેસમાં […]

હિન્દુ દેવી દેવતા,પૈગબંર મોહમ્મદને લઈ એક મુસ્લિમ છોકરીની ટ્વિટર પર થઈ એક ભારતીય છોકરા સાથે મગજમારી, સાઉદી અરેબિયાએ તે છોકરાને 10 વર્ષ માટે જેલમાં નાખ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 29, 2019 | 8:58 AM

સાઉદી અરબમાં કામ કરવા માટે ગયેલ એક ભારતીય યુવકને 10 વર્ષ જેલની સજા આપવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેને સોશ્યિલ મીડિયા પર પૈગંબર મોહમ્મદને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

સજા ભોગવવાવાળો યુવક કેરલના અલપ્પુઝાનો છે. આ મામલો જુન 2018નો છે. હવે આ યુવકના પિતાએ ભારત સરકાર અને શશિ થરૂરને આ કેસમાં જરૂરી પગલાં લેવાની માંગ કરી હતી.

યુવક વિષ્ણુદેવ ના પિતા રાધાકૂષ્ણન નાયરે એ દાવો કર્યો છે કે તેમનો પુત્ર જુન 2018થી જેલમાં છે. નાયરને આ વાત પર એમ્બેસી તરફથી જે પત્ર મળ્યો છે, તેમાં લખ્યું છે કે વિષ્ણુએ સોશ્યિલ મીડિયા પર સાઉદી અરબ વિરૂધ્ધ કરેલ ટિપ્પણી ના આરોપમાં આ સજા આપી છે.

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન કોણ છે?
કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?

વિષ્ણુના પિતાએ જણાવ્યું કે તેમનો દિકરો મિકેનીકલ એન્જીનિયર છે. અને છેલ્લાં 6 વર્ષથી સાઉદી અરબમાં પ્લાનિંગ એન્જીનિયર તરીકે કામ કરે છે. ટ્વિટર પર વિષ્ણુની દોસ્તી બ્રિટેનની મુસ્લિમ મહિલાથી થઈ, તે દરમિયાન બંનેના વચ્ચે મેસેજ દ્વારા વાતાચીત થવા લાગી. રાધાકુષ્ણન નાયરનો દાવો છે કે જયારે મુસ્લિમ મહિલાએ વિષ્ણુની સાથે વાતચીતમાં હિન્દુ દેવી-દેવતાઓના વિરૂધ્ધ ટિપ્પણી કરી ત્યારે તેના જવાબમાં વિષ્ણુએ પૅૈગંબર મોહમ્મદની વિરૂધ્ધ કોઈ કમેન્ટ કરી હતી.

વિષ્ણુની આ ટ્વિટ સર્વરમાં રેર્કોડ થઈ હતી, તે પછી સાઉદી અરબ પોલિસને મોકલવામાં આવ્યા હતા. પોલિસે જુન 2018માં વિષ્ણુની ધરપકડ કરી હતી. સપ્ટેમ્બરમાં તેને 5 વર્ષની સજા સંભળાવવમાં આવી અને 1.5 લાખ સાઉદી રીયાલ(28.44લાખ રૂપિયા) નો દંડ કરવામાં આવ્યો. ત્યારબાદ 24 જાન્યુઆરી 2019માં વિષ્ણુની સજા વધારી 10 વર્ષની કરવામાં આવી. વિષ્ણુના પિતા રાધાકુષ્ણન નાયરે વિદેશ મંત્રાલય સાથે આ મામલે મદદ કરવાની અપીલ કરી છે. વિષ્ણુના પિતા રાધાકુષ્ણન નાયર 21 વર્ષ સુધી ભારતીય એરફોર્સમાં રહ્યા હતા.

[yop_poll id=878]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">