વિશ્વભરમાં ભારતની સ્વદેશી ગેમ્સનો વાગશે ડંકો, જાણો શું છે મોદી સરકારનો જોરદાર પ્લાન

|

Mar 01, 2021 | 10:58 AM

ભારત સરકાર હવે ગેમ્સની દુનિયામાં વિશ્વ સાથે કદમ મિલાવવાનો પ્લાન બનાવી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય આઇઆઇટી બોમ્બે સાથે મળીને આ પ્લાન પર કામ કરવા જઈ રહી છે.

વિશ્વભરમાં ભારતની સ્વદેશી ગેમ્સનો વાગશે ડંકો, જાણો શું છે મોદી સરકારનો જોરદાર પ્લાન
ભારતનો વાગશે વિશ્વમાં ડંકો

Follow us on

ભારતીય રમતોની બોલબાલા હવે દુનિયાભરમાં થવા જઈ રહી છે. આ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોટી પહેલ કરી છે. IIT-બોમ્બેના સહયોગથી આ મંત્રાલય એક ગેમિંગ સેન્ટર બનાવશે. આ સેન્ટર રમતગમતના વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ અને અભ્યાસક્રમો ચલાવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે ગેમ ડિઝાઇનિંગ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધિઓને સંબોધતા આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન (Information and Broadcasting Minister) પ્રકાશ જાવડેકરે કહ્યું, “ભારત રમતોનું ઐતિહાસિક કેન્દ્ર છે. ભારતીય રમતગમતની દુનિયા અદાભૂત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) એ ભારતને એક મોટો રમત ઉત્પાદક દેશ બનાવવાનું વિચાર્યું છે. ભારતને એક પ્રમુખ ખેલ નિર્માતા બનાવવાનો પીએમ મોદીનો સંકલ્પ દર્શાવે છે કે તેઓ દેશ માટે કેટલા દૂરંદેશી છે. આ સપનાને દરેક ભારતીય નાગરિક સાકાર કરશે. ”

VFX, ગેમિંગ અને એનિમેશન જેવા વિષયો પર અભ્યાસક્રમો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આઈઆઈટી બોમ્બેના સહયોગથી માહિતી અને પ્રસારણ મંત્રાલય એક ગેમિંગ સેન્ટર બનાવશે, જ્યાં VFX (Visual Effects), ગેમિંગ અને એનિમેશન જેવા વિષયોના જુદા જુદા અભ્યાસક્રમો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને સાથે એક સેન્ટર એવું પણ બનાવવામાં આવશે, જ્યાંથી રમતગમતના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાને કહ્યું કે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસમાં ઘણા પ્રકારનાં રમકડાં વિષે કહેવામાં આવ્યું છે. ભારતનો આ સાંસ્કૃતિક વારસો ફરી જીવંત થશે અને ભારતીય રમકડાં આખી દુનિયામાં ધૂમ મચાવશે.

મોબાઇલ ફોન ગેમ્સ તમારા મગજમાં અસર કરે છે

તેમણે કહ્યું હતું કે મોબાઇલ ઉપકરણો જેવા આધુનિક ઉપકરણોમાં રમવામાં આવતી રમતોમાં આજે હિંસા, ક્રૂરતા અને નફરત વધુ જોવા મળે છે. જે બાળકોમાં મન પર અસર કરે છે. આના કારને ઘણી બધી બીમારીઓનું કારણ બને છે. અને મન પર ખરાબ છાપ છોડવાની ક્ષમતા ધરાવે છે. તેના બદલે આપણે VFX અને અન્ય આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ભારતીય મૂલ્યોના આધારે વિડિઓ ગેમ્સ બનાવી શકીએ છીએ, કારણ કે ભારતીય મૂલ્યો માનવતાના મૂલ્યો છે.

Next Article