Gujarat માં પશુઓમાં લમ્પી વાયરસનો ભરડો, અત્યાર સુધી 57,677 કેસ 1639 મોત

|

Aug 02, 2022 | 10:34 PM

ગુજરાતમાં (Gujarat)  અત્યાર સુધી 20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy Virus)  જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે.

Gujarat માં પશુઓમાં લમ્પી વાયરસનો ભરડો, અત્યાર સુધી 57,677 કેસ 1639  મોત
Gujarat Lumpy Virus

Follow us on

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી 20  જિલ્લામાં 57,677  પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy Virus)  જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. આજરોજ નવા નોંધાયેલા  1727  કેસ પૈકી સૌથી વધુ જામનગરમાં 413, રાજકોટ જિલ્લામાં 363, કચ્છ જિલ્લામાં   301, દ્વારકા જિલ્લામાં 291 અને બાકીના સાત  જિલ્લામાં  ઓછા કેસ નોધાયેલ છે. ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.

11. 68 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી

જયારે નીરોગી પશુઓમાં ફેલાવો ના થાય તે માટે 11. 68 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી છે.  જેમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસ 38, 141 એટલે કે 66 ટકા, દ્વારકામાં 4673 એટલે કે 8 ટકા, જામનગર જિલ્લામાં 4241 એટલે કે 7 ટકા કેસ નોંધાયા છે.  જેમાં આજે  20 જિલ્લામાંથી સાત જિલ્લામાં 74 પશુઓ લમ્પી વાયરસના લીધે મૃત્યુ પામ્યા છે.  જેમાં કચ્છ જિલ્લામાં 54, ભાવનગર જિલ્લામાં 5, જામનગર જીલ્લામાં 04, દ્વારકામાં 3, બોટાદ જિલ્લામાં 03, અમરેલી જિલ્લામાં 03, બનાસકાંઠા જિલ્લામાં 01 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 01 પશુ મરણ નોંધાયેલ છે. જયારે બાકીના 12 જિલ્લામાં કોઇ પશુ મરણ નોંધાયેલ નથી.

આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની આજે મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે   ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરમાં પશુઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવ્યા બાદ તેઓએ અધિકારીને જરૂરી સુચનો કર્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કચ્છમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ

કચ્છ જિલ્લામાં 38,141 પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલા છે. કચ્છમાં કુલ 585 ગામોમાં પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાયા છે. આવા અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટાઈન કરીને આઈસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં લમ્પી રોગને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી 2.26 લાખથી વધુ પશુઓનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

Published On - 10:28 pm, Tue, 2 August 22

Next Article