ભાજપનો કોંગ્રેસને પ્રશ્ન ‘ગાંધી પરીવાર કોઈ કામ નથી કરતું તો ક્યાંથી આવી અરબોની સંપત્તિ?’
લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ભાજપ પાર્ટી હવે કોંગ્રેસની સંપત્તિ અને ધંધાને લઈને નિશાન તાકી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની અરબોની સંપત્તિને લઈને નિશાન તાક્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગાંધી પરીવાર પર આરોપ લગાવીને પ્રશ્નો ઉઠાવ્યા છે. પાત્રાએ આરોપ લગાવ્યો કે ગાંધી પરીવાર કોઈ કામ કરતું નથી તો અરબો-ખરબોની […]

લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ભાજપ પાર્ટી હવે કોંગ્રેસની સંપત્તિ અને ધંધાને લઈને નિશાન તાકી રહી છે.
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની અરબોની સંપત્તિને લઈને નિશાન તાક્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગાંધી પરીવાર પર આરોપ લગાવીને પ્રશ્નો ઉઠાવ્યા છે. પાત્રાએ આરોપ લગાવ્યો કે ગાંધી પરીવાર કોઈ કામ કરતું નથી તો અરબો-ખરબોની સંપત્તિ આવી ક્યાંથી?
સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સમાં ગાંધી પરીવાર ભ્રષ્ટાચારી હોવાની પણ વાત કરી છે. સંબિત પાત્રાએ કહ્યું કે હિંદુસ્તાનની રાજનીતિમાં રાહુલ ગાંધી જે પ્રકારની એસેટ છે, તે બધા જાણે છે. કેટલીક વખત તેમને ‘નોન-પર્ફોર્મિંગ એસેટ’ ને લઈને જણાવવામાં આવ્યું છે.
हिंदुस्तान के राजनीति में राहुल गाँधी जी किस प्रकार के एसेट है वो सब जानते है और कई बार उनको 'Non performing Asset' के बारे में भी बताया गया है: श्री @sambitswaraj https://t.co/7Y63qnSUhg pic.twitter.com/nV1scwlaso
— BJP (@BJP4India) March 24, 2019
સંબિત પાત્રાએ ગાંધી પરીવારનું એક ફાર્મ હાઉસ હોવાના દાવા સાથે પણ આક્ષેપો કર્યા હતા.
राहुल गांधी ने इलेक्शन ऐफ़िडेविट में महरौली में 'इंदिरा फ़ार्म हाउस' की कीमत 9 लाख लिखी है लेकिन उससे आप करोड़ों किराया लेते हो : श्री @sambitswaraj pic.twitter.com/e1TbUjnrrT
— BJP (@BJP4India) March 24, 2019
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો કે મહરોલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે 5 એકરનું ફાર્મ હાઉસ છે. જેનું નામ ઈંદિરા ફાર્મ હાઉસ રાખવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે 6.4 લાખ રુપિયાના મહિને ઈંદિરા ફાર્મ હાઉસ ભાડા પર આપવામાં આવ્યું છે. એક ખોટી કંપની જેને NLEL ગોટાળો કર્યો તેને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાનું ફાર્મ પોતાનું ફાર્મ હાઉસ ભાડે આપવામાં આવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]