હાઇકોર્ટ ભલેને ટકોર કરે, પણ સુધરે એ નેતાઓ નહીં. કહેવાતા પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે કેટલા બેદરકાર છે, તે બનાસકાંઠાના ડીસાના ડેડોલ ગામની આ ભીડ જોઇને સમજાઇ જશે. રોડના ખાતમુર્હૂતમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે આ ભીડને લઇને ગયા અને ત્યાં ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત હતા. લોકલાડીલા ધારાસભ્ય કોરોનાકાળમાં કે જ્યાં લગ્નમાં પણ 50 લોકોને અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને જ છૂટ છે, તે કોરોનાકાળમાં ભારે જનમેદની લઇને ખાતમુર્હૂત કરવા પહોંચ્યા અને ઓછું પડતું હોય તેમ સાથે ગાયિકા કિંજલ દવેને પણ લઇ આવ્યા તો અડધી જનમેદની તો કિંજલ દવેને જોવા આવી પહોંચી અને પછી શરૂ થયું સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગનું જીવંત પ્રસારણ કિંજલ દવે તો ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી લેતી પણ નજરે ચઢી જો કોઇ સામાન્ય અને ગરીબ માણસ નિયમોનો ભંગ કરે તો, ધરાર બળજબરી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ અત્યારે શું કરી રહી છે? બનાસકાંઠામાં હવે કોરોના વકરશે તો કહેવાતા આ લોકપ્રતિનિધિ શું મોઢું દેખાડશે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો