Kid Cute Viral video : હોમવર્ક ન કરવાને કારણે બાળકે શિક્ષકના કર્યા વખાણ, બહાનું સાંભળીને શિક્ષક થઈ ગયા ખુશ

|

Jan 29, 2023 | 9:36 AM

Kid Cute Viral video : ઈન્ટરનેટની દુનિયામાં ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે. જેને જોઈને આપણા બાળપણની યાદો તાજી થઈ જાય છે. આ ક્લિપ્સ જોયા પછી મનમાં એક જ વિચાર આવે છે. એ દિવસો પાછા આવે. પણ અફસોસ, એ શક્ય થોડું છે..! આજકાલ આવો જ વીડિયો જોવા મળ્યો છે.

Kid Cute Viral video : હોમવર્ક ન કરવાને કારણે બાળકે શિક્ષકના કર્યા વખાણ, બહાનું સાંભળીને શિક્ષક થઈ ગયા ખુશ
Child viral video

Follow us on

Kid Cute Viral video : બાળકોની ક્યૂટ પળોના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેને એકવાર જોયા પછી મન નથી ભરાતું. કદાચ આ જ કારણ છે કે આ વીડિયો અન્ય કરતાં ઝડપથી વાયરલ થાય છે. આ વીડિયો જોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે આપણા બધા તણાવ ભૂલી જઈએ છીએ. આ દિવસોમાં એક વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમને તમારું બાળપણ ચોક્કસ યાદ આવી જશે.

તમને એ દિવસો યાદ હશે જ્યારે અમને શિક્ષક પાસેથી ઘણું હોમવર્ક મળતું હતું અને તે એવું હતું કે તેને એક દિવસમાં પૂરું કરવું ખૂબ મુશ્કેલ હતું. તેથી જ અમે શાળાએ પહોંચ્યા પછી કોઈને કોઈ બહાનું કાઢતા કે શિક્ષક ભૂલી જાય તેની રાહ જોતા અને આ બધા સિવાય શિક્ષકના થોડાં વખાણ પણ કરતા. જેના કારણે તે ખુશ થઈને અમારા હોમવર્કને માફ કરતી હતી. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં એક બાળક હોમવર્ક ટાળવા માટે શિક્ષકના વખાણ કરતો જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો : Song Viral Video: મેટ્રોમાં ગીત ગાઈને યુવકે માહોલ બનાવ્યો, વીડિયો જોઈને તમે થઈ જશો ખુશ

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂલ યુનિફોર્મમાં એક બાળક તેના ટીચર પાસે આવીને ઉભો છે. તેની પીઠ પર બેગ છે અને તેનું આઈડી કાર્ડ તેના ગળામાં બાંધેલું છે. બાળક મેડમ પાસે આવતાં જ કહે છે: તમે સાડી પહેરીને આવ્યા હતા, તમે ખૂબ જ સુંદર લાગતા હતા. જવાબમાં, શિક્ષકે પૂછ્યું કે, તે કેમ સારી દેખાય છે, તો બાળકે જવાબ આપ્યો, કારણ કે તે સાડી તમને સારી લાગતી હતી. બાળકને તેના વખાણ કરતા જોઈને શિક્ષક પણ હસવાનું રોકી શક્યા નહીં. બાળક આગળ કહે છે કે, તમે મારા પ્રિય મેડમ છો. આ સાંભળીને તેની મેડમ ખૂબ ખુશ થઈ જાય છે.

આ વીડિયો ટ્વિટર પર @Sunilpanwar2507 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, હોમવર્કથી બચવાના ઉપાયો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 1.48 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

Next Article