Paper Leak Updates : પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળનાર માસ્ટર માઈન્ડ પોલીસ પકડમાં, જાણો હૈદરાબાદથી ગુજરાત સુધીનું પેપર કનેક્શન

|

Jan 30, 2023 | 8:56 AM

જીત નાયકની સાથે પ્રદીપ નાયક તેમજ મોરારી પાસવાન નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જીત નાયક આ કે.એલ. હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે.

Paper Leak Updates : પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળનાર માસ્ટર માઈન્ડ પોલીસ પકડમાં, જાણો હૈદરાબાદથી ગુજરાત સુધીનું પેપર કનેક્શન
Gujarat ATS Arrested the accused

Follow us on

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળી નાખનારા આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે પેપરકાંડના મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે. જીત નાયકની સાથે પ્રદીપ નાયક તેમજ મોરારી પાસવાન નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જીત નાયક આ કે.એલ. હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે.

આરોપીઓ સકંજામાં આવ્યા બાદ ચોંકાવનારા ખુલાસાઓ

જીત નાયકે તેમના સગા પ્રદીપ નાયકને પેપરની કોપી આપી હતી.મોરારી પાસવાન પેપર ફોડનારા લોકો અને સોલ્વ કરાવનારા લોકો વચ્ચેની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ નાયકના વડોદરામાં કોઇ સંપર્ક નહોતા પરંતુ તે મોરારી પાસવાન દ્વારા વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પેપરલીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે.  આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. જ્યારે કે પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજુ ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે.

પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી

જુનિયર ક્લાર્કનું પેપર હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી હતી. જે બાદ ATSના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું..આરોપી પ્રદીપ સૌપ્રથમ હૈદરાબાદથી પેપરને વડોદરા લાવ્યો. આરોપીઓએ ભાસ્કર ચૌધરી સાથે 12 થી 15 લાખમાં પેપરનો સોદો કર્યો હતો. પ્રદીપ રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી ક્લાસીસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. પરંતુ તેમના ઇરાદાઓ પાર પડે તે પહેલા જ ગુજરાત ATSની ટીમ ક્લાસીસ પર ત્રાટકી અને આરોપીઓને સકંજામાં લઇ લીધા. આરોપી કેતન બારોટ અને ભાસ્કર અગાઉ 2019માં પણ CBIના હાથે ઝડપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Published On - 8:31 am, Mon, 30 January 23

Next Article