ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને દુનિયાનું મીડિયા કઈ રીતે જોઈ રહ્યું છે ? શું ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોઈ મહત્વની ભૂમિકા ભજવી છે ?

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને દુનિયાનું મીડિયા કઈ રીતે જોઈ રહ્યું છે ? શું ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોઈ મહત્વની ભૂમિકા ભજવી છે ?

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલી ઍર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી ગયા છે.

 

ભારત-પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિ ઉપર દુનિયા ભરના મીડિયાની પણ નજર છે. ભારતની પીઓકેમાં ઘુસીને કરાયેલી ઍર સ્ટ્રાઇક બાદ આખી દુનિયામાં તેની ચર્ચા શરુ થઈ ગઈ. સોશિયલ મીડિયામાં ઘણા હૅશટૅગ પણ ચાલવા લાગ્યાં. સૌથી વધુ ટ્રેંડમાં રહેનારું હૅશટૅગ ‘સે નો ટુ વૉર’ હતું.

બંને દેશો તરફથી રાષ્ટ્રવાદનો જોશ નજરે ચઢી રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારત-પાક સંબંધોની હાલની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે, તેના પર નજર કરીએ.

વૉશિંગ્ટન પોસ્ટ :

અમેરિકાના પ્રસિદ્ધ અખબાર વૉશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં બંને તરફના મીડિયા રિપોર્ટ્સની વાત લખી. આ સમગ્ર મામલા પર તેનું પોતાનું કોઈ રિપોર્ટિંગ નહોતું. બંને દેશોના મીડિયા ચૅનલો અને અખબારોમાં છપાયેલી ખબરો જ વૉશિંગ્ટન પોસ્ટે છાપી કે જેમાં લખ્યુ હતું, ‘જો આપે ઇંડિયન મીડિયાને ફૉલો કર્યું હોય, તો આપે સાંભળ્યું હશે કે મંગળવારે ભારતીય ઍરફોર્સે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આતંકી ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી હતી કે જેમાં જણાવાયુ હતું કે 300 આતંકવાદીઓ માર્યા ગયા, પરંતુ જો આપ પાકિસ્તાની મીડિયા જોઈ રહ્યા હતા, તો આપને ખબર પડી હશે કે ભારતીય ફાઇટર જેટ્સ પોતાના પેલોડ પાડીને પરત ફરી ગયા કે જેમાં કોઈને પણ કોઈ નુકસાન ન થયું.’

ન્યૂયૉર્ક ટાઇમ્સ :

ન્યૂયૉર્ક ટાઇમ્સે સમગ્ર મામલાને જ કન્ફ્યુઝન ભરેલો ગણાવ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સે ભારત અને પાકિસ્તાન સરકારની કાર્યવાહીને સમજણથી પર ગણાવી અને લખ્યું, ‘ભારતે દાવો કર્યો છે કે તેણે કાશ્મીરમાં થયેલા હુમલાનો બદલો લઈ લીધો છો, તો પાકિસ્તાનનું કહેવું છે કે ભારત તરફથી થયેલી સ્ટ્રાઇકમાં કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. આનાથી આ જ સાબિત થાય છે કે પરિસ્થિતિ હજી પણ કન્ફ્યુઝનથી ભરેલી છે.’ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનની સરકારે જાણીજોઈને આવો નિર્ણય કર્યો છે, પરંતુ દુશ્મનીને પાછળ મૂકી દરેક પરમાણુ સમ્પન્ન દેશે પોતાની જાતને યુદ્ધની પરિસ્થિતિમાં બહાર લાવવા અંગે વિચારવું જોઇએ.

ગાર્જિયન :

ગાર્જિયનના રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા વિશે લખવામાં આવ્યું, પરંતુ આમા ખાસ રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા જણાવવામાં આવી. ગાર્જિયનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું, ‘આ ઘણુ ડાઉટફુલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ આ વિસ્તારમાં તે જ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ર્યો છે કે જે પહેલાના અધિકારીઓએ કરી હતી. ટ્રમ્પે આ વિસ્તારમાં પોતાનો રસ દાખવ્યો અને ભારતનો સાથ આપ્યો, તો પાકિસ્તાનને ફટકાર લગાવી.’

બીબીસી :

બીબીસી ઇંડિયા તરફથી તે પરિસ્થિતિ વિશે જણાવાયું કે જે પરમાણુ બમના ઉપયોગ થવાની પરિસ્થિતિમાં બંને દેશોની સાથે-સાથે આખી દુનિયા સામે હશે. તેમાં કહેવાયું કે યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી. તેથી યુદ્ધ પરત ખેંચવુ શક્ય હતું, પરંતુ આ નક્કી નહોતું કે કયો દેશ પ્રથમ પગલું પાછુ ખેંચે છે.

[yop_poll id=1870]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati