આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર થઈ રહ્યું છે તૈયાર, જાણો કેટલા ઘૂસણખોરોને અહીં રખાશે?

આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર થઈ રહ્યું છે તૈયાર, જાણો કેટલા ઘૂસણખોરોને અહીં રખાશે?

આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. અસમના ગોવાલપારા જિલ્લામાં આ સેન્ટર બની રહ્યું છે. જ્યાં ઘૂસણખોરોને કેદ કરવામાં આવશે. આસામમાં NRC તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપાયેની 95મી જન્મજયંતી, જાણો અટલજી વિશે ખાસ વાત

નેશનલ સિટીઝન રજિસ્ટ્રરમાં જે લોકોના નામ નથી આવ્યા અને તેમને ફૉરેન ટ્રિબ્યુનલમાંથી રાહત મળે છે તો, તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિ દેશમાં ગેરકાનૂની પ્રવેશ કરશે ત્યારે પણ તેને ડિટેન્શન સેન્ટરમાં રખાશે.

આસામના ગોવાલપારામાં ડિટેન્શન સેન્ટર પર ઘણા શ્રમિકો અવિરત કામગીરી કરી રહ્યા છે. 4 માળની 15 ઈમારત બનાવવામાં આવી રહી છે.

આ ડિટેન્શન સેન્ટરનું 65 ટકા કામ પૂરુ થઈ રહ્યું છે. જેને બનાવવામાં 46 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. જેમાં કુલ 3 હજાર ઘૂસણખોરોને રાખવાની વ્યવસ્થા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગોવાલપારાના ડિટેન્શન સેન્ટરનું નિર્માણ ડિસેમ્બર 2018માં શરૂ કરાયું હતું. નિર્માણ કાર્ય સમયસર નથી. આ સેન્ટરમાં 13 ઈમારત પુરુષો માટે અને 2 ઈમારત મહિલાઓ માટે રાખવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલમાં આસામના 6 જિલ્લામાં ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યા છે. જેમાં ડિબ્રુગઢ, સિલચર, તેજપુર, જોરહાટ, કોકરાઝાર અને ગોવાલાપાર છે. જેમાં આશરે 800 લોકો વસવાટ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati