FIFA Sunil Chhetri : ફિફાએ સુનીલ છેત્રીને આપ્યું ખાસ સન્માન, જોઈને ગર્વથી ફુલાઈ જશે છાતી
છેત્રીને તેની ડોક્યુમેન્ટ્રીથી સન્માનિત કરવાનો ફિફાનો નિર્ણય અનોખો છે કારણ કે ભારતે હજુ ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી. FIFA એ છેત્રીની શાનદાર કારકિર્દી પર એક ખાસ ડોક્યુમેન્ટ્રી બનાવી છે. તેનું નામ 'કેપ્ટન ફેન્ટાસ્ટિક' છે.

FIFA Sunil Chhetri: ભારતના મહાન ફુટબોલ ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri)ને ફીફા પાસેથી મોટું સન્માન મળ્યું છે. ફૂટબોલની સૌથી મોટી સંચાલક સંસ્થા FIFAએ છેત્રીના શાનદાર કરિયર પર વિશેષ ડોક્યુમેન્ટ્રી બનાવી છે. તેનું નામ કેપ્ટન ફેન્ટાસ્ટિક છે. જેને બુધવારના રોજ રિલીઝ કરવામાં આવી છે. ફીફા વર્લ્ડકપ (FIFA World Cup)ના ટ્વિટર અકાઉન્ટ પર ડોક્યુમેન્ટ્રી વિશે જાણકારી આપી હતી.
ફીફાએ લખ્યું તમે રોનાલ્ડો અને મેસી વિશે બધું જ જાણો છો. હવે ત્રીજો સૌથી વધુ સ્કોર કરનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી વિશે સ્ટોરી જાણો. કેપ્ટન ફેન્ટાસ્ટિક હવે ફીફા + પર ઉપલબધ્ધ છે. ફીફાએ ડોક્યુમેન્ટ્રીનો એક દિલને ખુશ કરનાર પોસ્ટર શેર કર્યું છે. જેમાં સુનીલ છેત્રીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીની સાથે પોડિયમમાં ઉભો રાખવામાં આવ્યો છે.
You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men’s international.
Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳
— FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022
છેત્રીને તેની ડોક્યુમેન્ટ્રીથી સન્માનિત કરવાનો ફીફાનો અનોખો નિર્ણય છે કારણ કે, ભારતે અત્યારસુધી એકવાર પણ ફીફા વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી, કેટલાક ફુટબોલ એક્સપર્ટના જણાવ્યા મુજબ સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં સૌથી મોટા ફોરવર્ડમાંથી એક છે. છેત્રીના ગોલ સ્કોરિંગની ક્ષમતાએ તેમને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીને સાથે રાખ્યો છે.
પીએમ મોદીએ શુભકામના પાઠવી
ફીફા દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનીલ છેત્રીને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વવિટમાં કહ્યું કે, શાબાશ સુનીલ છેત્રી, આ નિશ્ચિત રુપથી ભારતમાં ફુટબોલની લોકપ્રિયતાનો વધારો કરશે.

રોનાલ્ડો અને મેસી પાછળ છેત્રી
સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે છેત્રી હાલમાં ત્રીજા ક્રમે છે. પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 117 ગોલ સાથે પ્રથમ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી 90 ગોલ સાથે બીજા ક્રમે છે. છેત્રીના 84 ગોલ છે.
તમે કેપ્ટન ફેન્ટાસ્ટિક ક્યાં જોઈ શકો છો?
કેપ્ટન ફેન્ટાસ્ટિક FIFA+ પર ઉપલબ્ધ છે. તે વેબસાઈટ અથવા એપ પર ફ્રીમાં જોઈ શકાય છે.