T20 WC Breaking : ઇંગ્લેન્ડ ફરી માંડ-માંડ જીત્યું, ઇટાલીને હરાવતા પરસેવો છૂટી ગયો, સુપર 8 માં ક્વોલિફાય

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ફક્ત 105 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ 202 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. જોકે, આ સ્કોર પણ ઓછો લાગતો હતો કારણ કે ઇટાલિયન બેટ્સમેનોએ છગ્ગાનો વરસાદ કર્યો હતો, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ હતી. જોકે અંતે ઇંગ્લેન્ડે મેચ જીતી સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું.

T20 WC Breaking : ઇંગ્લેન્ડ ફરી માંડ-માંડ જીત્યું, ઇટાલીને હરાવતા પરસેવો છૂટી ગયો, સુપર 8 માં ક્વોલિફાય
England vs Italy
Image Credit source: X
| Updated on: Feb 16, 2026 | 8:04 PM

બે વખતનું ચેમ્પિયન ઇંગ્લેન્ડ ફરી એકવાર 2026 T20 વર્લ્ડ કપમાં મોટા અપસેટથી બચી ગયું. ટુર્નામેન્ટની શરૂઆતમાં નેપાળ સામે છેલ્લા બોલ પર જીત બાદ હવે ઇટાલી સામે જીત માટે અંતિમ બોલ સુધી રાહ જોવી પડી. અંતિમ ઓવરોમાં સેમ કરનના શાનદાર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડે પોતાનું સન્માન બચાવ્યું અને 24 રનથી મેચ જીતી લીધી. આ સાથે, હેરી બ્રુકની ટીમે પોતાનો ત્રીજો વિજય મેળવ્યો અને સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું.

ઇંગ્લેન્ડે ઇટાલીએ હરાવ્યું

કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે એવું લાગતું હતું કે તેઓ મોટો સ્કોર બનાવશે અને ઇટાલીને આસાનીથી હરાવશે. પરંતુ એવું બન્યું નહીં. ઇંગ્લેન્ડ ફરી એકવાર માંડ-માંડ જીત્યું. ઇટાલીએ જોરદાર લડત આપી હતી.

જેક્સની વિસ્ફોટક અડધી સદી

ફિલ સોલ્ટ (28) એ ટીમને ઝડપી શરૂઆત આપી, તેણે આવતાની સાથે જ થોડી બાઉન્ડ્રી ફટકારી, પરંતુ જોસ બટલર (3) નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. જોકે, સોલ્ટના આઉટ થયા પછી, ઇંગ્લેન્ડની વિકેટ એક પછી એક પડી ગઈ, અને માત્ર 105 રનની અંદર કેપ્ટન હેરી બ્રુક સહિત અડધી ટીમ પોવેલિયન ભેગી થઈ ગઈ. તે સમયે સેમ કરન અને વિલ જેક્સે ઇનિંગને સ્થિર કરી, ટીમને 150 રનથી વધુનો સ્કોર બનાવ્યો. કરનના આઉટ થયા પછી પણ જેક્સ (અણનમ 53) એ પોતાનું સારું ફોર્મ ચાલુ રાખ્યું, માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને 202 રન સુધી પહોંચાડી. ઇટાલી માટે ગ્રાન્ટ સ્ટુઅર્ટ અને ક્રિષ્ન કાલુગામેગે બે-બે વિકેટ લીધી.

માનેન્ટીએ 22 બોલમાં ફિફ્ટી ફટકારી

ત્યારબાદ જોફ્રા આર્ચરે પહેલી ઓવરમાં બે વિકેટ લીધી, જેનાથી સાબિત થયું કે ઇટાલીનું રનચેઝ કરવું અશક્ય છે. ચાર ઓવરમાં ત્રણ વિકેટ પડી ગઈ. પરંતુ ઇંગ્લેન્ડે કલ્પના પણ કરી ન હતી કે તેઓ ફરી એકવાર નવી ટીમના બિનઅનુભવી બેટ્સમેન સામે સંઘર્ષ કરશે. નેપાળના બેટ્સમેનોની જેમ ઇટાલી માટે જસ્ટિન મોસ્કા અને બેન માનેન્ટીએ ઇંગ્લિશ બોલરોને તોડી નાખ્યા, અને 92 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. માનેન્ટીએ માત્ર 22 બોલમાં ઇટાલી તરફથી સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી. વિલ જેક્સે આખરે માનેન્ટી (60 રન, 25 બોલ, છ છગ્ગા અને ચાર ચોગ્ગા) ને આઉટ કરીને આ ભાગીદારી તોડી.

 

સેમ કરને ઇંગ્લેન્ડને બચાવ્યું

મોસ્કા (43) પણ થોડી વાર પછી આદિલ રશીદના બોલ પર આઉટ થયો. સેમ કરનના કારણે ઇટાલીની ઈનિંગ પડી ભાંગી, જેણે 16 મી ઓવરમાં સતત બે વિકેટ લીધી. પરંતુ કહાની નો અંત આવ્યો નહીં. નવા બેટ્સમેન ગ્રાન્ટ સ્ટુઅર્ટ (45 રન, 23 બોલ, 5 છગ્ગા) એ સિકસરનો વરસાદ વરસાવ્યો. તેણે જોફ્રા આર્ચરની ઓવરમાં બે છગ્ગા અને પછી 18 મી ઓવરમાં આદિલ રશીદના બોલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા. આનાથી ઇંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ.

ઇટાલી 178 રનમાં ઓલઆઉટ

છેલ્લી બે ઓવરમાં ફક્ત 30 રનની જરૂર હતી, કરન (3/22) એ ફરી એકવાર સ્થિતિ પલટી નાખી. તેણે 19 મી ઓવરમાં ફક્ત પાંચ રન આપ્યા અને સ્ટુઅર્ટની વિકેટ લીધી. ઇટાલી ઇનિંગના છેલ્લા બોલ પર 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

IND vs PAK T20 WC Breaking : ‘ગજબ બેજ્જતી હે’… ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સનો ટ્રોલિંગનો અનોખો અંદાજ, ‘વોર્મ-અપ’ ડાન્સનો મજેદાર વીડિયો વાયરલ