રાજસ્થાનમાં આફત બનીને વરસ્યો વરસાદ, જોધપુર-ઉદયપુરમાં ઠેર ઠેર પાણી, હવામાન વિભાગે 7 જિલ્લામાં ભારે વરસાદની આપી ચેતવણી

|

Jul 06, 2022 | 11:02 AM

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ, 6 જુલાઈએ કોટા, ઝાલાવાડ, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડામાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 7 અને 8 જુલાઈએ કોટા, બુંદી, ચિત્તોડગઢ, ભીલવાડા, ઝાલાવાડ અને રાજસમંદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં આફત બનીને વરસ્યો વરસાદ, જોધપુર-ઉદયપુરમાં ઠેર ઠેર પાણી, હવામાન વિભાગે 7 જિલ્લામાં ભારે વરસાદની આપી ચેતવણી
Heavy rains in Rajasthan

Follow us on

રાજસ્થાનમાં (Rajasthan) એક દિવસના વિરામ બાદ બુધવારથી ચોમાસું ફરી સક્રિય થયુ છે, રાજસ્થાન રાજ્યના ઘણા ભાગોમાં હળવા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બુધવાર અને ગુરુવારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. તે જ સમયે, હવામાન કેન્દ્ર જયપુર દ્વારા આગામી 3 દિવસ માટે વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ (Yellow and Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર ગરમી અને ભેજથી લોકો પરેશાન થઈ ગયા હતા, પરંતુ હવે આગામી બે દિવસથી ઉદયપુર, કોટા ડિવિઝનના જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થવાનો છે. અજમેર, ભરતપુર, જયપુર, કોટા, ઉદયપુર ડિવિઝનમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. મંગળવારે જાલોર, સિરોહી, ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

આ સિવાય દક્ષિણ રાજસ્થાનના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો, પરંતુ બીજી તરફ અન્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. મંગળવારે પણ રાજસ્થાનના ત્રણ જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા હતા. આ સિવાય અન્ય ત્રણ લોકો અકસ્માતમાં દાઝી ગયા હતા.

જણાવી દઈએ કે, ચોમાસાની લાંબી પ્રતિક્ષા બાદ રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ રહી છે. મંગળવારે મોડી સાંજે ઉદયપુર, જોધપુર ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. જોકે, જયપુર, અલવર, ભરતપુર, કોટા, બિકાનેર, સીકર, ગંગાનગર, હનુમાનગઢમાં દિવસ દરમિયાન ગરમી પડી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ વરસાદની રાહત સાથે રાજ્યમાં આકાશી વીજળીનો કહેર પણ જોવા મળ્યો હતો. મંગળવારે આકાશમાંથી પડેલી આફતને કારણે રાજસ્થાનના ત્રણ જિલ્લામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રતાપગઢ જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે ચિત્તોડગઢના રાવતભાટામાં વીજળી પડવાથી એક દંપતીનું મોત થયું હતું.

આ સિવાય મંગળવારે સાંજે લગભગ 7.15 વાગ્યે બાંસવાડાના કુશલગઢ સબડિવિઝનના ભોરજ ગામમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ, 6 જુલાઈએ કોટા, ઝાલાવાડ, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડામાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 7 અને 8 જુલાઈએ કોટા, બુંદી, ચિત્તોડગઢ, ભીલવાડા, ઝાલાવાડ અને રાજસમંદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

Next Article