Banaskantha: દાંતામાં મોડી રાત્રે પડેલા વરસાદે મુશ્કેલીઓ સર્જી, ભારે પવન અને વરસાદના કારણે મોડી રાત્રે અનેક મકાનોના પતરા ઉડયા
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં વરસાદે તારાજી સર્જી છે. ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી ઘણું નુકસાન થયું છે.
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં વરસાદે તારાજી સર્જી છે. ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી ઘણું નુકસાન થયું છે. ત્યારે કુડા ગામમાં પશુઓ માટે બનાવેલા શેડના પતરા ઉડી ગયા હતા. ખેતી માટેની વીજ લાઈનના વીજપોલ તેમજ વીજ ડીપી ધરાશાયી થયાના સમાચાર પણ સામે આવ્યા હતા. વીજપુલ ધરાશાઈ થતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.