ગુજરાતમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ…સરકારે ખુદ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા!

|

Mar 02, 2020 | 11:06 AM

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને જો વિપક્ષ દ્વારા આ આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા હોત તો, વિપક્ષ પર પણ અનેક સવાલ ઉભા થવા સ્વાભાવીક છે. પરંતુ આજે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે જાતે જ ચોંકાવનારા આંકડા મૂક્યા છે. આ પણ વાંચોઃ વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્યએ આપી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર […]

ગુજરાતમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ...સરકારે ખુદ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા!

Follow us on

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને જો વિપક્ષ દ્વારા આ આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા હોત તો, વિપક્ષ પર પણ અનેક સવાલ ઉભા થવા સ્વાભાવીક છે. પરંતુ આજે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે જાતે જ ચોંકાવનારા આંકડા મૂક્યા છે.

આ પણ વાંચોઃ વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્યએ આપી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જે જોતા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક થઈ હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યભરમાં ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યાના અધધધ કિસ્સાઓ નોંધાયા છે. ખૂનના 2034, ધાડ 559, ચોરી 25723, બળાત્કાર 2720, અપહરણ 5897, આત્મહત્યા 14702, ઘરફોડ ચોરીના 7611 બનાવો બન્યા છે. તો રાયોટિંગના 3305, આકસ્મિક મૃત્યુના 29298, અપમૃત્યુના 44081 બનાવો સામે આવ્યા છે. ખૂનની કોશિશના 2183 બનાવો પણ નોંધાયા.

આ આંકડાઓ ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કર્યા છે. જે મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજના 20 લોકો અકુદરતી રીતે જીવન ટૂંકાવે છે. જ્યારે રોજના 2-3 ખૂનના બનાવો, 3થી 4 બળાત્કારના અને રાયોટિંગના 4થી 5 બનાવો બનતા હોવાનું ખુલાસો થયો છે. આમ તો દેશભરમાં ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે. પરંતુ આંકડાથી ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે સતત ગૃહ પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવે છે અને સબ સલામત હોવાના દાવા પણ કરવામાં આવે છે. જોકે ખુદ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ એ જાણે રાજ્ય સરકારની પોલ ખોલી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article