નવા વર્ષમાં સરકારની ભેટ, કેબલ ટીવીના ચાર્જમાં માર્ચ મહિનાથી થશે ઘટાડો
નવા વર્ષને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધું છે તો 2019ના વર્ષને યાદોની સાથે અલવિદા પણ કહીં દીધું છે. નવા વર્ષમાં સરકારે રેલવે ભાડામાં વધારો કર્યો છે તો ગેસ સિલેન્ડરના ભાવમાં પણ વધારો કરી દીધો છે. આ બધાની વચ્ચે દરેક ઘરમાં હોય તેવી વસ્તુ એટલે કે કેબલ ટીવીના ચાર્જમાં ઘટાડો થાય તેવી એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં […]
નવા વર્ષને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધું છે તો 2019ના વર્ષને યાદોની સાથે અલવિદા પણ કહીં દીધું છે. નવા વર્ષમાં સરકારે રેલવે ભાડામાં વધારો કર્યો છે તો ગેસ સિલેન્ડરના ભાવમાં પણ વધારો કરી દીધો છે. આ બધાની વચ્ચે દરેક ઘરમાં હોય તેવી વસ્તુ એટલે કે કેબલ ટીવીના ચાર્જમાં ઘટાડો થાય તેવી એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 200થી વધુ માછીમારો જલ્દી જ મુક્ત થવાની શક્યતા
ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલારિટી ઓફ ઈન્ડિયાએ કેબલ ટેલિવિઝનના ગ્રાહકો માટે ચેનલના ચાર્જમાં ભારે ઘટાડો કર્યો છે. પહેલાં એવું થતું હતું કે જો તમારે 100 ફ્રી ટુ એર ચેનલ નિહાળવી હોય તો 130 રુપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. ટેક્સની સાથે કુલ ચાર્જ 154 રુપિયાનો થતો હતો. આ 100 ચેનલમાં 26 ચેનલ તો પ્રસાર ભારતીની પેકમાં આવતી હતી. હવે આ જુના નિયમમાં ફેરફાર ટ્રાઈ દ્વારા કરવામાં આવ્યો છે.
નવી જાહેરાત કરવામાં આવી છે તે મુજબ હવે 130 રુપિયામાં 200 ચેનલ ગ્રાહકો નિહાળી શકશે. જો કે આ ચેનલમાં પેકમાં 12 રુપિયાથી વધારે કિંમતવાળી કોઈપણ ચેનલ એડ કરી શકાશે નહીં. કંપનીઓ પાસેથી આ અંગે જાણકારી મગાવવામાં આવી રહી છે. આ સાથે કેટલાક નિયમો પણ ઓપરેટર્સને લાગુ પડે છે તેમાં તેઓ વધારેમાં વધારે 12 રુપિયાની ચેનલ પેકમાં આપી શકશે જ્યારે 19 રુપિયાની કોઈપણ ચેનલ પેકમાં આપી શકશે નહીં. કંપનીઓ પોતાની રીતે ગ્રાહકોને આકર્ષવા માટે પેક બનાવતી હોય છે તેને લઈને પણ ટ્રાઈ દ્વારા નિયમો ઘડવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
1 માર્ચ, 2020થી આ નવા દર લાગુ થઈ જશે. જો કોઈ ઘરમાં એક કરતાં વધારે કનેકશન હોય તો તેમાં 40 ટકા છૂટ આપવામાં આવશે. આમ બીજા કનેકશન માટે ઓછા રુપિયા ચૂકવવાના રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં તમામ ચેનલને પોતાની નવી કિંમત જણાવી આપવા સૂચના આપવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]