AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ગોંડલ સબજેલ ફરી વિવાદમાં, પૂર્વ કેદી પાસેથી લાંચ લેતા હવાલદાર રંગે હાથ ઝડપાયો

Rajkot : ગોંડલ સબજેલ ફરી વિવાદમાં, પૂર્વ કેદી પાસેથી લાંચ લેતા હવાલદાર રંગે હાથ ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 11:32 AM
Share

લાંચની રકમ સ્વીકારતા જ હવાલદારને ACB ની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ કેદી બેંક સાથે છેતરપિંડીના આરોપસર ગોંડલ સબજેલમાં કાચા કામનો કેદી હતો.

ગોંડલ સબજેલમાં પૈસા આપવાથી કેદીઓને સુવિધાઓ અપાતી હોવાની વાતને સમર્થન આપતી ઘટના સામે આવી છે. સબજેલનો હવાલદાર જગદીશ સોલંકી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.  છેતરપિંડીના કેસમાં જેલમાં રહેલા કેદીને ફોન પર વાતચીત કરવા દેવાના બદલામાં હવાલદાર જગદીશે 3500 રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતા જ હવાલદારને ACB ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ કેદી બેંક સાથે છેતરપિંડીના આરોપસર ગોંડલ સબજેલમાં કાચા કામનો કેદી હતો. જે તે સમયે તેણે જેતે સમયે કેદીએ જેલમાંથી છૂટીને પોતે રકમ ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેલમાંથી કેદીનો છુટકારો થયા બાદ લાંચની રકમ મેળવવા હવાલદાર જગદીશ સોલંકીએ ઉઘરાણી ચાલુ રાખી હતી.

લાંચની રકમ લેતા જ હવાલદાર રંગે હાથ ઝડપાયો

તમને જાણીને આશ્વર્ય થશે કે ગુનેગાર આલમમાં ‘જલ્સા જેલ’ તરીકે જાણીતી છે. ગોંડલ સબ જેલ અવાર-નવાર વિવાદમાં આવે છે. જેલ વિભાગના વડાની જડતી સ્કવોડ દ્વારા પણ અવાર-નવાર ગોંડલ સબ જેલમાં ચેકીંગ કરવામાં આવે છે. આમ છતાં જેલમાં કેદીઓને ગેરકાયદે સવલતો આપવાનું બંધ કરાયું ન હોય તેવુ લાગી રહ્યુ છે.

Published on: Dec 20, 2022 11:30 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">