Fact Check : PM મોદીએ માતાના નિધન બાદ મુંડન કરાવ્યું નથી, વાયરલ તસવીર ફેક છે

|

Jan 03, 2023 | 12:49 PM

Fact Check: સોસિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી એક તસવીર વાયરલ થઇ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ માતા હીરાબા ના નિધન બાદ મુંડન કરાવ્યું છે, આવો જાણીએ આ તસવીરની હકિકત

Fact Check : PM મોદીએ માતાના નિધન બાદ મુંડન કરાવ્યું નથી, વાયરલ તસવીર ફેક છે
PM Modi photo Fact check

Follow us on

Fact Check: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30-12-2022 અને શુક્રવારે નિધન થયું ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણી ભાવનાત્મક તસવીરો વાયરલ થઈ છે. દરમિયાન, પીએમની એક તસવીર (https://bit.ly/3i7oyJE) વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે. આ તસવીરમાં તેઓ દાઢી અને મૂછ વગર જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, માતાના અવસાન બાદ મોદીએ હિંદુ રીતિ-રિવાજ મુજબ મુંડન કરાવ્યું હતું.

PM Modi fact- check

ઉદાહરણ માટે અમે અહીં એક તસવીર રજુ કરી છે, જેમા ફેસબુકના પેજ પર કેપ્શન સાથે વડા પ્રધાનની એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે, અને લખવામાં આવ્યુ છે કે “માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દુ રિવાજ મુજબ તેમની માતા માટે માથું મુંડન કરાવ્યું છે; ધન્ય છે આ કર્મયોગી #PMModiji. માતા હીરાબાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ ”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ જ કેપ્શન સાથેની આ તસવીર ટ્વિટર પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર નકલી છે. પીએમ મોદીની પાંચ વર્ષ જૂની તસવીરને એડિટ કરીને આ રીતે બનાવવામાં આવી છે.

કેવી રીતે જાણી શકાય કે તસવીર ખોટી છે ?

જ્યારે રિવર્સ ઇમેજ સર્ચની મદદથી વાયરલ પિક્ચર સર્ચ કરવામાં આવ્યું, ત્યારે અમને ‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ઝી બિઝનેસ’ના સમાચારમાં નરેન્દ્ર મોદીની આ સમાન દેખાતી તસવીરો જોવા મળી. જો કે, 2018 માં પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં, પીએમ તેમની સામાન્ય દાઢી અને વાળ સાથે જોઈ શકાય છે. પરંતુ આ તરવીરને એડિટ કરી તેમાથી દાઢી અને વાળ હટાવીને તેને વાયરલ કરવામાં આવી છે.

વાયરલ તસવીર સાથે અસલ તસવીરની સરખામણી કરતાં તે સ્પષ્ટ જણાઇ છે કે આ તસવીર ફોટોશોપની કમાલ છે, ફોટોશોપની મદદથી તેની દાઢી અને વાળ ઇરેઝ કરવામાં આવ્યા છે, બંને તસવીરોમાં પીએમનું જેકેટ, ડાબા ખભા પર મૂકેલી શાલ અને અન્ય વસ્તુઓ વચ્ચેની સમાનતા આ વાતને સ્પષ્ટ કરે છે.

આ તસવીર ક્યાં સમયની છે ?

રિવર્સ સર્ચ સાથે કેટલાક કીવર્ડ ઉમેર્યા પછી, અમને 18 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રકાશિત “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” ના અહેવાલમાં આ તસવીર જોવા મળી. આ સમાચાર અનુસાર, મોદી પાંચ વર્ષ પહેલા હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સંસદ ભવન આવ્યા હતા અને વિક્ટ્રી સાઇન પણ બતાવી હતી.

આ એ તસવીર છે જેને એડિટ કરવામાં આવી છે.

તસવીરોના કેપ્શનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તસવીરો 15 ડિસેમ્બર 2017ના રોજ લેવામાં આવી હતી, જ્યારે મોદી સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.

તે વર્ષે 15 ડિસેમ્બરના રોજ પીએમ મોદીએ પોતે સંસદમાં પહોંચવાનો અને મીડિયા સાથે વાતચીત કરવાનો વીડિયો શેર કર્યો હતો.

આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યા સુધી અમને એવી કોઇ માહિતી મળી નથી કે, જ્યાં વડાપ્રધાનના મુંડન વિશે કંઈપણ લખવામાં આવ્યું હોય. દેખીતી રીતે, પીએમ મોદીની પાંચ વર્ષ જૂની એડિટ કરેલી તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

Published On - 12:49 pm, Tue, 3 January 23

Next Article